કીડિયાનગરમાં અહીં કેમ ઊભો રાખ્યો તેમ કહી ડ્રાઈવરને પથ્થરો માર્યા

image_1586148304

આડેસર પોલીસે જણાવ્યું હતું કે કીડિયાનગરમાં મહેશભાઈ ગણેશભાઈ વીડીયા ઉંમર વર્ષ 24 પોતાનો ટ્રક લઈને ઊભા હતા ત્યારે આરોપી દિનેશ મોહન કોલી અને નકા મોહન કોલી એ તો મારા ઘરની બાજુમાં રસ્તા ઉપર ટ્રક કેમ ઉભો રાખ્યો છે એમ કહીને ગડદાપાટુનો માર માર્યો હતો અને બંને આરોપીઓએ મહેશભાઈ વીડીયા ઉપર છુટા પથ્થરનો ઘા કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ટ્રક ડ્રાઈવર ફરિયાદના આધારે પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે