વરલી નજીક ઘાસચારો ભરેલી ટ્રોલી સળગતા ત્રણ દાઝયા

ભુજ તાલુકાના ચકાર કોટડા અને વરલી સીમમાં ઘાસચારો ભરેલી ટ્રેક્ટર ની ટ્રોલી વીજ વાયરને અડી જતા આગ લાગી હતી અને ત્રણ વ્યક્તિઓ દાઝી જતાં તમને તાબડતોબ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતામળતી વિગતો મુજબ ભુજ તાલુકાના ચકાર કોટડા અને વરલી સીમમાં ઘાસચારો ભરેલા ટ્રેક્ટર નંબર જીજે 12 બીઆર 6794 ની ટ્રોલી મા ઉપરથી પસાર થતી વીજળી લાઇન નો વીજ તાર અડી જતા ઘાસ ચારો ભરેલી ટ્રોલી માં આગ લાગી હતી જેના કારણે ત્રણ વ્યક્તિ દાઝી જતા તેમને ૧૦૮ મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તો બીજી તરફ ભુજ ફાયર ફાઈટર એ ઘટના સ્થળે પહોંચીને સતત પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી