ગાંધીધામમાં મહિલાનો પીછો કરીને છેડતી કરનાર શખ્સ સામે ફરિયાદ

ગાંધીધામ એ ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે જૂની સુંદરપુરી ખેતરપાળ ચોકમાં પગપાળા જતા ૩૫ વર્ષીય મહિલાનું આરોપી મહેશ રાજા ભાભીએ પીછો કરીને મહિલાને રોકીને તેની છેડતી કરી હતી મહિલાએ રાડારાડી કરતાં આરોપી મહેશ રાજા ભાભી નાસી છૂટયો હતો આ અંગે ભોગ બનનાર નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે