Skip to content
કચ્છ જિલ્લાના વાતાવરણમાં એકા-એક પલટો આવ્યો હતો. લોકડાઉનની પરિસિૃથતી વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભુજ, ગાંધીધામ, અંજાર, નખત્રાણા તાથા અનેક ગામડાઓમાં ઝાપટારૃપી કમોસમી વરસાદ પડયો હતો. વરસાદ વરસ્યા બાદ બફારો વધ્યો હતો. છેલ્લા કેટલાક દિવસાથી ૪૦ ડિગ્રીની આસપાસ રહેલા તાપમાનાથી આકરી ગરમી અનુભવાઈ હતી. ભુજમાં વરસાદી માહોલ સર્જાવા સાથે ઉનાળાના સમયમાં બપોર બાદ થોડા-થોડા સમયના અંતરે છાંટા વરસ્યા હતા. ભુજમાં વરસાદ પડતા બફારો વધ્યો હતો. ભુજમાં મહત્તમ તાપમાન ગઈકાલની તુલનાએ દોઢ ડીગ્રી વાધીને ૩૯.૪ ડિગ્રી સે. નોંધાયું હતું. ગાંધીધામ, કંડલા, અંજાર, નખત્રાણા પંથકમાં વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. ગ્રામ્ય પંથકોમાં હળવા છાંટા પડયા છે. ભુજ તાલુકાના ભારાપર, કોડકી, સુખપર સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા વરસ્યા હતા. માર્ગો પર પાણી વહી નીકળ્યા હતા. કંડલા એરપોર્ટમાં મહત્તમ તાપમાન ૩૮ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૩૫.૯ ડિગ્રી અને નલિયામાં ૩૩.૫ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. લઘુત્તમ તાપમાન ભુજમાં ૨૨.૨ ડિગ્રી, નલિયામાં ૨૦ ડિગ્રી, કંડલા પોર્ટમાં ૨૨.૮ ડિગ્રી અને કંડલા એરપોર્ટમાં ૨૦.૨ ડિગ્રી નોંધાયું છે