વૈશ્વિક "કોરોના વાયરસ" થી ફેલાયેલ મહામારી સમયે લોકડાઉનમાં તકેદારી અને સાવચેતીના આગોતરા પગલા રૂપે અને કાયદો –વ્યવસ્થા જાળવવા સરકારશ્રીના આદેશ મુજબ પોલીસની સાથે ખડે પગે દિવસ રાત જોયા વિના માનદ સેવા બજાવતા ભુજ હોમગાર્ડ યુનિટના જવાનોને ભુજ વિસ્તારના ધારાસભ્ય શ્રી નિમાબેન આચાર્ય દ્વારા રાશનકીટ વિતરણ કરવામાં આવી ધારાસભ્યશ્રી નિમાબેન આચાર્ય, ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી ભરતભાઇ રાણા, ભાજપના ઘનશ્યામભાઇ ઠક્કર, નિતાબેન ઠક્કરના હસ્તે ભુજ હોમગાર્ડ યુનિટના જવાનોને વિતરણ કરવામાં આવી હતી જવાનોને રાશનકીટ આપવા બદલ જિલ્લા કમાન્ડન્ટશ્રી બી. એમ. દેસાઇ સાહેબ હેડક્લાર્કશ્રી તુલસીભાઇ ઝાલા તથા ઓફિસર કમાન્ડિંગશ્રી પ્રધ્યુમનસિંહ કે. ચુડાસમાએ આભાર વ્યક્ત કર્યું હતુ.