કચ્છ સરહદે સરદાર પોસ્ટમાં બીએસએફ દ્વારા ઉજવાયો ‘શૌર્ય દિવસ’

ભારત- પાકિસ્તાન વચ્ચે થયેલા ૧૯૬પના યુદ્ઘ વખતે કચ્છની સરહદ પર નવમી એપ્રિલે કચ્છના રણની સરદાર ચોકી પર પાકિસ્તાને લશ્કરી બ્રિગેડ સાથે નાપાક આક્રમણ કર્યું ત્યારે ત્યાં કેન્દ્રીય દળના મુઠ્ઠીભર સીઆરપીએફના પોલીસ જવાનો હાજર હતા. પણ તેમણે ગભરાયા વિના ભારે બહાદુરીથી પાકિસ્તાની હુમલાનો સામનો કર્યો અને આખી રાત અકિલા આપણી ચોકી બચાવી રાખી. આ યુદ્ઘમાં આપણા છ જવાન શહીદ થયા તો દુશ્મન દેશ પાકિસ્તાનના ૩૪ સૈનિકોનો ખાતમો કરી દેવાયો. ભારત પાકિસ્તાન વચ્ચે ૧૯૬૫ના યુદ્ઘ દરમ્યાન કચ્છના રણમાં ખેલાયેલા ભારતીય જવાનોના શૂરવીરતા અકીલા ભર્યા જંગની આ અજોડ દ્યટના હતી. એક તરફ પોલીસ અને સામે પાક લશ્કર છતાં પાકિસ્તાન લશ્કરઙ્ગ સામે આપણા સીઆરપીએફના જવાનો ભારે પડ્યા કચ્છની આ સરદાર પોસ્ટ ઉપર નવમી એપ્રિલેઙ્ગ સીઆરપીએફના જાંબાઝ જવાનોએ પાકિસ્તાની આર્મીને જડબાતોડ જવાબ આપ્યો હતો.જેની યાદમાં દર વર્ષે નવમી એપ્રિલે વેલોર દિવસ એટલે કે ‘વિજય દિવસ’ ઉજવવામાં આવે છે. આજે BSF ના જવાનો એ શૌર્ય દિવસ સરદાર પોસ્ટ ખાતે ઉજવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ફિલ્મ સ્ટાર અક્ષયકુમાર, નાના પાટેકર સહિતના મહાનુભાવોએ કચ્છના રણમાં સરદાર પોસ્ટર પર ખેલાયેલા યુદ્ઘને યાદ કરી ટ્વીટર હેન્ડલના માધ્યમથી સીઆરપીએફના શહીદ જવાનોને શૌર્યદિવસની અંજલિ અર્પી હતી.