મુન્દ્રામાં અસામાજિક તત્વોએ વીશ વાહનોના કાચ તોડ્યા

મળતી વિગતો મુજબ લોક ડાઉન ના પગલે અવર-જવર બંધ હોવાથી તેનો લાભ અસામાજિક તત્વોએ ઉઠાવ્યો છે મુન્દ્રાના ઘનશ્યામ પાર્ક આશુતોષ નગર ઉમિયાનગર બારોઇ રોડ સ્થિત આવેલી સોસાયટી વિસ્તાર સહિત માં અસામાજિક તત્વોએ રાત્રિના સમયે 20 વાહનોના કાચ તોડી નાખ્યા છે બાઈક કાર અને બસને નિશાન બનાવી વ્યાપક નુકસાન પહોંચાડવામાં આવ્યું છે લોકોએ મુન્દ્રા પોલીસને રજૂઆત કરતા પોલીસે મૌખિક રજૂઆતને પગલે સીસીટીવી કેમેરાની મદદથી વાહનોને નુકસાન પહોંચાડનારા અસામાજિક તત્વોની તપાસ શરૂ કરી છે