પ્રત્તિ, માન. વિજયભાઈ રૂપાણી માન. મુખ્યમંત્રીશ્રી, ગુજરાત રાજય નવા સચિવાલ્રય, ગાંધીનગર. પરમ આદરણીય શ્રી વિજયભાઈ સાદર નમસ્કાર, કુશળ હશો.સાદર જણાવવાનું કે, સગમ દેશ આજે કોરોનાની મહામારી સામે લડી રહયો છે, રાજયમાં આ બિમારી સામે લડી રહેલ તંત્ર અને પ્રજાની નાનામાં નાની મુશ્કેલીઓને સમજી આપ સતત સક્રિય રહી, લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેવા ત્વરિત અને સંવેદનશીલ નિર્ણયો લઈ, ફોરોનાને નાથવા રાત દિવસ ખડે પગે રહેતા આરોગ્ય કર્મીઓ,પોલિસ જવાનો અને આ કાર્યમાં રહેલા તમામની અને પ્રજાની સતત ચિંતા કરી રહયા છો તે બદલ આપને ધન્યવાદ પાઠવું છું, અમને ગૌરવ છે કે આપ સહુની મુરકેલીઓ સમજી-તેના નિવારણ માટે સતત કાર્વ કરી રહયા છો, અહી મારા માદરે વતન અને મારા મત વિસ્તાર એવા વાગડ પંથકના આય લોકોની સમસ્યા આપના ધ્યાને મુકી આપના સ્તરેથી યોગ્ય ઉકેલ લેવા માટે હું આપશ્રીને નમ્ર વિનંતી કરું છું. વાગડ પંથકના બહુ મોટી સંખ્યામાં લોકો મુંબઈમાં ધંધા-રોજગાર અર્થે વરસોથી સ્થાયી થયેલા છે, તેમાં અસંખ્ય યુવાનો જેઓ દુકાનો કે નાના મોટા ખાનગી ઉદ્યોગગૃહોમાં નોકરી કરે છે, તેઓ લોકડાઉન ને કારણે અત્યંત વિકટ પરિસ્થિતીમાં મુકાઈ ગયા છે, સરકારશ્રીએ કરેલા લોકડાઉનના કારણે તેઓ વતન પણ પરત આવી શકયા નથી અને મુંબઈમાં તેઓ માટે જીવન ગુજારવું કપરુ બન્યું છે, કારણ કે, (૧)નોકરી કરતા ગરીઅ-મધ્યમ વર્ગના યુવાનો સામાન્ય રીતે મુંબઈમાં ૮ થી ૧૦ વચ્ચે એકાદ પતરાની છતવારી ઓરડીમાં રહે છે. (૨)જે આવી નાની નાની ઓરડી વચ્ચે સામુહીક શૌચાલય હોય છે, જે દિવસ દરમ્યાન બધા નોકરીના સ્થળે રહેતા હતા ત્યારે બહુ સમસ્યા ન હતી, કારણ બધાની નોકરી અને આવવા -જવાના સમય જુદા જુદા હોય છે, પરંતુ હવે લોકડાઉનના કારણે આવી કાળઝાળ ગરમીમાં બધાને દિવસ-રાત સાથે રહેવાથી અનેક મુશ્કેલી સર્જાઈ છે, ખાસ કરીને સ્વચ્છતા જાળવવાનું મુશ્કેલ અને છે, અને આવી પરિસ્થિતીમાં આ લોકો અન્ય લિમારીનો ભોગ બને તેવી દહેશત રહે છે.