ભુજમાં શિક્ષક ઉપર કુહાડીથી હુમલો

ભુજના મહાદેવ નગર એકમાં સરકારી ટીમ રાસન કીટ વિતરણ કરી રહી હતી ત્યારે પ્રોવિઝન સ્ટોર ના ના માલિક એવા એક શખસ એ કુહાડીથી શિક્ષક ઉપર હુમલો કરતા ફરિયાદ નોંધાઇ છેભુજ બી ડિવિઝન પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરના મહાદેવ નગર એકમાં સરકારી રાસન કીટ વિતરણની કામગીરી ટીમ દ્વારા કરવામાં આવી રહી હતી ત્યારે ભીરંડીયારા હાઈસ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અશોકભાઈ શિવાભાઈ પરમાર રહે માધાપર ઉપર માતૃકૃપા પ્રોવિઝન સ્ટોરના માલિક મૌલિક રાજગોર a તમે અહીં શું કરો છો એમ કહીને કુહાડી મારવાનો પ્રયાસ કર્યો હતો કુહાડી હાથમાં લાગતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે