ભુજમાં સરકારી રાશન કીટ વિતરણમાં શિક્ષક પર હુમલો

content_image_03005768-5aae-4b4f-9f2d-67a6df868f84

શહેરમાં સરકારી રાશનના કીટ વિતરણ સમયે શિક્ષક ઉપર કુહાડી વડે હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે .પ્રમુખ સ્વામીનગર પાછળ આવેલા મહાદેવનગરમાં કલેકટર કચેરી દ્વારા ફાળવાયેલ કીટનું વિતરણ કરવા મામલતદાર કચેરીની સૂચના અંતર્ગત ભીરંડિયારા હાઈસ્કૂલના શિક્ષક અશોક પરમાર પહોંચ્યા હતા જ્યાં તેઓ પર અપશબ્દો બોલી કુહાડી વડે હુમલો કરાતાં ચકચાર ફેલાઇ છે આ વિસ્તારમાં રાશનકીટનું વિતરણ કરી તમે ઠીક નાથી કરતા એવું કહી આ હુમલો કરાયો હતો આ અંગે પોલીસ કન્ટ્રોલ રૃમને જાણ કરાયા બાદ પોલીસ ઘટના સૃથળે પહોંચી હતી જેાથી ભુજ એ ડિવિઝન પોલીસે હુમલો કરનાર વ્યક્તિ મૌલિક ગોર, માતુકૃપા પ્રોવિઝન સ્ટોર વાળા સામે ફરિયાદ નોંધી વાધુ તપાસ હાથ ધરી છે.