કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખના ભાઈ કારમાં છરી-બાટલી સાથે પકડાયો

પ્રવેશતા વાહનોને રોકવા માટે ચેકપોસ્ટ પર ઉભી કરવામાં આવી છે ઉપરાંત ઠેકઠેકાણે પોલીસ દ્વારા વાહનોની ચેકિંગ અને પુછપરછ કરાઈ રહી છે ત્યારે ભુજની ભાગોળે વાહન ચેકિંગ દરમિયાન કારમાં છરી બાટલી સાથે કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખનો ભાઈ પકડાતા ચકચાર મચી છે. ભાજપના નેતાના ભાઈ છરી દારૃ સાથે પકડાયા હોવાના સમાચાર વહેતા થતા જ હરીફ જુાથોને આ સમાચારાથી મજા પડી ગઈ હતી.પોલીસ દ્વારા શેખપીર ત્રણ રસ્તા પાસે ચેકિંગ કરવામાં આવી રહી છે ત્યારે ગત સાંજે લોકડાઉનનો ભંગ કરી કાર બહાર ફરવા નિકળેલા અલગ અલગ ચાર કાર ચાલકોને પોલીસે પકડયા હતા. તેઓ પાસેાથી છરી મળી આવી હતી. શેખપીર ત્રણ રસ્તા પાસે અંજાર બાજુાથી ભુજ તરફ અમેઝ કારમાં આવી રહેલા ચંદુભાઈ શિવદાસભાઈ પટેલ નામના ૫૯ વર્ષીય આાધેડને ચેક કરતા તેમની કારમાંથી ચાઈનીઝ કંપનીનું ચાકુ અને મેકડોવેલ્સ નંબર વન બ્રાંડની ભારતીય બનાવટની અંગ્રેજી વ્હીસ્કીની બાટલી મળી આવી હતી. પોલીસે ચંદુભાઈ પટેલ સામે દારૃબંધી, હાથીયારબંધી અને લોકડાઉનના ભંગ બદલ અલગ અલગ ત્રણ ફરિયાદો નોંધી હતી.ઉલ્લેખનિય છે કે, ચંદુ પટેલ કચ્છ જિલ્લા ભાજપના પ્રમુખ કેશુભાઈ પટેલના સગા ભાઈ છે.પોલીસે મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવે ગત સાંજાથી કચ્છના રાજકીય સુત્રોમાં ભારે એવી ચર્ચા જગાવી હતી. બીજી તરફ, આ બાબતે જિલ્લા ભાજપ પ્રમુખ કેશુભાઈ પટેલે પ્રતિક્રિયા આપતા જણાવેલ કે, તેમનો નાનો ભાઈ પોતાના પરિવાર સાથે સ્વતંત્ર રીતે રહે છે. તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા નાથી. પોલીસ આ ઘટનાની ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરી રહી છે.આ પ્રકરણમાં પણ કાયદો કાયદાનું કામ કરશે.