નગરપાલિકા એ ત્રણ મશીન લીધા,લોકોને સ્ક્રીનીંગ કરીને જ કચેરીમાં આવવા દેવાશે

બીજા તબક્કામાં લોકડાઉન પૂર્ણતાના આરે છે ત્યારે શરતી સુટ આપવામાં આવી રહી છે જેને પગલે સરકારી કચેરીઓમાં લોકોનો ઘસારો વધવાની સંભાવના છે તે વચ્ચે નગરપાલિકાએ ત્રણ મશીન વસાવીને કચેરીમાં આવતા દરેક લોકોનું કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.    નગરપાલિકાનાં સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે નગરપાલિકા દ્વારા ૩ સ્ક્રીનીંગ મશીન લેવામાં આવ્યા છે નગરપાલિકાના મુખ્ય ગેટ ઉપર જ કર્મચારીઓને રાખવામાં આવશે તેના દ્વારા કચેરીમાં આવતા તમામ લોકોનું કરવામાં આવશે તો બીજી તરફ નગરપાલિકાના સફાઈ ડ્રેનેજ સહિતના વિભાગના કર્મચારીઓનું પણ નિયમિત રૂપે સ્ક્રિનિંગ કરીને તાપમાન માપવામાં આવશે લોકડાઉન નો બીજો તબક્કો પૂર્ણતાના આરે છે ત્યારે ભારત સરકાર દ્વારા સમાંતર એડવાઈઝરી જારી કરીને અલગ-અલગ ધંધાર્થીઓને શરતી છૂટ આપવામાં આવી રહી છે.આ ઉપરાંત લોક ડાઉન નો તબક્કો પૂર્ણ થવાના આરે છે ત્યારે સંભવત લોકડાઉન આગળ ન વધે તો સરકારી કચેરીઓમાં કામકાજ અર્થે મોટા પાયે લોકોની ભીડ થવાની સંભાવના છે તેને ધ્યાને રાખીને આ મશીન તત્કાલીન લેવામાં આવ્યા છે અને ગઈ કાલે બપોર પછી કચેરીમાં આવતા જતા કર્મચારીઓ અને જનસુવિધા કેન્દ્રમાં ફરિયાદ કરવા આવતા લોકોનું સ્ક્રીનીંગ શરૂ કરવામાં આવ્યું હતું નિયમિત રૂપે નગરપાલિકા કચેરીમાં સ્ક્રીનીંગ ની કામગીરી ચાલુ રાખવામાં આવશે કોરોનાવાયરસ નો ખતરો મોટો છે તેવામાં તકેદારી રાખવી અતિ જરૂરી છે જેના ભાગરૂપે આ નિર્ણય લઈ ને ફિલ્ડમાં કામ કરતા કર્મચારીઓ તેમજ કચેરીમાં આવતા લોકોનું સ્ક્રીનીંગ કરવા નો નિર્ણય લેવામાં આવ્યો છે