રાપરના શિવગઢ ગામે ૨૧ વર્ષીય ખેડૂત યુવતી ઉપર ત્રણ શખ્સો દ્વારા ધાકધમકી કરી બળાત્કાર ગુજારવાના બનાવે ચકચાર સર્જી છે. જોકે, આ ઘટના ફરિયાદી યુવતી ગર્ભવતી થતાં પ્રકાશમાં આવી છે. કુંવારી દીકરી ગર્ભવતી થતાં પરિવારજનોએ કરેલી પૂછપરછમાં તેણીએ છેલ્લા પાંચ મહિના દરમ્યાન ત્રણ શખ્સોએ તેની સાથે ધકધમકી કરી બળજબરીથી બળાત્કાર ગુજાર્યો હોવાનું કહ્યું હતું. જોકે, આ મામલે પરિવારજનોએ આપેલી હિંમત પછી આ અંગે બલસર પોલીસ મથકે ફરિયાદ કરાઈ છે. જેમાં આરોપી તરીકે મોવાણા ગામના લાખા કરસન રબારી અને સોમા દેવા રબારીએ પાંચેક મહિના પહેલાં ખેતરમાં કામ કરતી વખતે બળજબરી કરી પોતાની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાનું યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે. તો, અન્ય ત્રીજા આરોપી ગેડી ગામના ખાના રાજપુતે બે મહિના પહેલા નદીમાં તેણીની ઉપર બળજબરી કરી બળાત્કાર ગુજાર્યો હોવાનું જણાવ્યું છે. પીડિતા યુવતીની ફરિયાદને પગલે બાલાસર પીએસઆઇ બી.જે. પરમારે ત્રણેય આરોપીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.