કચ્છની કેસર કેરીનો સ્વાદ માણવા હજુ એક માસથી પણ વધારે રાહ જોવી પડશે

કચ્છની કેશર કેરી દેશ-વિદેશમાં પ્રખ્યાત છે અને સ્વાદમાં પણ બીજા રાજય અને જિલ્લાઓ કરતા સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ હોવાથી કચ્છની કેરીની ખુબજ માંગ રહેલી હોય છે.કચ્છમાં આંબાના ઝાડપર માર્ચ મહિનામાં મોર(બુર) લાગવાની તૈયારી જોવા મળતી હોય છે.અને આ કેસર કેરીના ઝાડ પર કેરીને શાખ મેં મહિના અંતિમ દિવસમાં અને જૂન મહિનાની શરૃઆતમાં આવે છે.જ્યારે રત્નગીરી(મહારાષ્ટ્ર) તેમજ જુનાગઢ,તળાજા (સૌરાષ્ટ્ર)માં મેં મહિના ની શરૃઆતમાં જ કેરીઓ બજારમાં આવી જય છે.આમ શરૃઆતમાં આ કેરીના ભાવ ઉંચા હોવાથી ત્યાંના ખેડુતોને ફાયદો સારો થાય છે અને પુરેપુરો પાકનું વેચાણ કરી શકે છે.પાક વહેલો આવવાથી વરસાદનું વિઘ્ન નડતું નાથી.અને ખેડુતો અને વેપારીઓ વરસાદ પડવાથી પહેલા કેરીઓ વેચાઈ જવાથી સારો એવો નફો કરી લે છે.જયારે કચ્છમાં આ કેરીનો પાક જેઠ મહિના ની અંતમાં તેમજ અષાઢની શરૃઆતમાં આવતા માંડ પંદરાથી વિસ દિવસ ખેડુતો અને વેપારીઓ આ કેરીના સોદા કરીને બીજા રાજય તેમજ વિદેશમાં નિકાસ કરતા હોય છે ત્યાં અષાઢ મહિનામાં વરસાદ જેવું વતાવરણ થતા વરસાદી ઝાપટા પડતા ઝાડ પરની કેરી પર વરસાદી પાણી પડતા તેમાં નાની નાની જીવાતો પડવાથી લોકો તેને ખરીદતા નાથી.અને વિદેશમાં પણ સપ્લાય નાથી થતો અને જે કેરીનો પાક ઉતારેલો ગોડાઉનમાં હોય છે એને નુકસાન નાથી થતું.આ બાબતે નખત્રાણા તાલુકાના નવી મંજલના ખેડુત ભીમજીભાઈ હળપાણી જણાવે છે કે કચ્છમાં કેશર કેરીનો પાક મોડો આવવાથી ખેડુતો અને વેપારીઓને વેપાર કરવા માટે પંદર થી વિસ દિવસ માંડ મળે છે.શરૃઆતમાં આ આંબાના ઝાડપર મોર(બુર)એટલા લાગેલા જોવા મળતા હોય છે.પણ ત્યારબાદ માક(ઝાકળ) તેમજ વાતાવરણ સાથે પવન લાગતા મોર સાથે લાગેલી નાની કેરીઓ પડી જતા અડાધાથી વાધારે નુકસાન ખેડુતોને ભોગવવાનો વારો આવે છે.આમ જો જેઠ-અષાઢમાં વરસાદ ના પડેતો ખેડુતો અને વેપારીઓને ફાયદો થાય છે.જેઠ-અષાઢમાં આ પાકને નુકસાન કરવા જોરદાર વરસાદ તો નાથી આવતો પણ ઝાપટા રૃપી વરસાદ વરસીને આ કેરીના પાકને નુકસાન પહોચાડવા આવે છે.જેાથી કરીને ખેડુતો અને વેપારીઓ બંનેને નુકસાન વેઠવું પડે છે.અને બીજા રાજય અને જીલ્લાઓ કરતા એક મહિના પાછળ કચ્છની કેશર કેરીનો સ્વાદ માણવા મળે છે.