લોકડાઉનના કારણે ૮૦-૧૦૦ના ભાવે વેચાતા કચ્છના દાડમ કોડીના બની ગયા

કચ્છમાં ભૂગર્ભજળ નીચે જતા પાણીની અછત વચ્ચે ખેડૂતોનો મોટો વર્ગ ટપક પદ્ધતિાથી બાગાયતી ખેતી તરફ વળ્યો છે. બાગાયતી ખેતીમાં કેસર કેરી , કેળાં, પપૈયા, દ્રાક્ષ અને દાડમ જેવા બાગાયતી પાક લેવામાં આવી રહ્યા છે. તેમાં પણ દાડમ તરફ ખેડૂતોના ઝોક વાધારે જોવા મળી રહ્યો છે. નખત્રાણા તાલુકો બાગાયતી હબ ગણાય છે અને હાલમાં સમગ્ર આ પંથકમાં હજારો ટન દાડમનો પાક તૈયાર છે.પણ પૂરતા પ્રમાણમાં ભાવ ન મળતાં ખેડૂતોને મજબુરીમાં કોડીના દામે દાડમ વેંચવા પડી રહ્યા છે. આ અંગે વિાથોણ ગામના ખેડૂતોએ વાતચીતમાં જણાવ્યું હતું કે , છેલ્લા પાંચેક વર્ષાથી સમગ્ર નખત્રાણા પંથકના ખેડૂતો દાડમના પાક તરફ વળ્યા છે . ગત વર્ષે દિવાળીના તહેવાર પછીના દિવસોમાં બાદપણ વરસાદ ચાલુ રહેતા દાડમ નું ફ્લાવરિંગ ઓછું આવતાં પાકને સીધી અસર થઈ હતી. આમ છતાં ખેડૂતોને આ વખતે ફાલ સારો આવશે અને સારા ભાવ મળશે તેવી ગણતરી હતી. જો કે ખેડૂતની આૃથાગ મહેનત, ખાતર, પાણી, હવા અને માવજતના કારણે પ્રાથમ તબક્કામાં દાડમ નો સારો પાક મળ્યો હતો. સારી ક્વોલિટીના દાડમ પ્રતિ નંગ વજન ૭૫૦ ગ્રામ જેટલું પણ હતું. સારી ગુણવત્તાવાળા દાડમના પ્રતિ કિલોએ ૮૦થી ૧૦૦ રૃપિયા ભાવ મળ્યા હતા જેનાથી ખેડૂત વર્ગ ખુશખુશાલ હતો. પરંતુ ત્યાર બાદ વૈશ્વિક મહામારી શરૃ થતા ખેડૂતો માટે પડયા પર પાટું જેવો તાલ સર્જાયો છે. તૈયાર થયેલો દાડમનો પાક તાત્કાલિક પેકિંગ અને વેચાણ ન થવાથી જથૃથો બગડી જશે એવી ભીતિ છે. જ્યાં દાડમની સૌથી વધુમાર્કેટ અને ડિમાન્ડ છે એવા દિલ્હી વિસ્તારમાં હાલે ડિમાન્ડ બિલકુલ નહિવત હોવાના કારણે ખેડૂત વર્ગને દાડમ સૃથાનિકે પાણીના ભાવે વેચવા માટે ફરજ પડી છે. ભુતકાળમાં સારી ગુણવત્તાવાળા દાડમ ૮૦ થી ૧૦૦ રૃપિયે કિલો વેચાતા હતા. જે હાલમાં રૃ.૨૫ થી ૩૦માં વેચવાની ફરજ પડી રહી છે.જ્યારે મધ્યમ ગુણવત્તા વાળા દાડમ માત્ર ૧૦થી ૧૫ રૃપિયે પ્રતિ કિલો સૃથાનિક વેચવા પડે છે. કેટલાક નાના ખેડૂતો પાસે ૧૦ થી ૨૦ ટન તો કેટલાક મોટા ખેડૂતો પાસે ૪૦ થી ૫૦ ટન જેટલો માલ વેચાવા માટે આૃથવા તો છોડ પર તૈયાર પડયો છે. સામાન્ય રીતે ખેડૂત વર્ગ પોતાના પાકના વેચાણ થાય તે સમયે તેમાંથી જે આવક થાય તે પ્રમાણે પોતાના નાણાકીય વ્યવહાર કરતા હોય છે. પરંતુ હાલમાં કોઈ ફાયદો જ ન હોવાથી બલ્કે પડતર કિંમત પણ માંડ છૂટશે અને કદાચ નુકસાની પણ થાય તેવા માહોલમાં ખેડૂતો મુંઝવણમાં છે કે પોતાના વ્યવહાર કેમ સાચવશે ? ખેડુત વર્ગને પોષણક્ષમ ભાવ મળે અને રાહત થાય તે માટે યોગ્ય વેચાણ વ્યવસૃથા ગોઠવવામાં આવે તો ખેડૂત વર્ગને સિાધયારો મળી શકે.