દક્ષિણ કોરિયાએ કોરોના પર જીત મેળવી, છેલ્લા 24 કલાકમાં માત્ર 4 કેસ

ચીનની બહાર કોરોના વાયરસ સૌથી ઝડપે સાઉથ કોરિયામાં ફેલાયો, પરંતુ હવે તેણે આ ઘાતક રોગચાળાને સંપુર્ણ રીતે કાબુમાં કરી લીધો છે, દક્ષિણ કોરિયામાં છેલ્લા 24 કલાકમાં માત્ર 4 જ કેસ નોંધાયા છે.તે છેલ્લા 2 મહિનામાં એક જ દિવસમાં નવા કેસોનો સૌથી લઘુત્તમ ઉછાળો છે, આ ચાર પોઝિટિવ કેસ પણ દેશની બહારથી આવેલી વ્યક્તિઓમાંથી મળી આવ્યા છે. કોરિયાનાં સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્સને ગુરૂવારે એક નિવેદનમાં કહ્યું કે 4 નવા કેસ બાદ દેશમાં કોરોના પોઝિટિવોની સંખ્યા વધીને 10,765 થઇ ગઇ, અને 9,059 લોકો સાજા થઇ ચુક્યા છે, અને ક્વોરન્ટાઇનથી બહાર થઇ ચુક્યા છે. તે ઉપરાત દેશમાં લોકલ ટ્રાન્સમિશનનો એક પણ કેસ નોંધાયો નથી. દક્ષિણ કોરિયામાં કોરોના વાયરસ ફેલાયા બાદ સરકારે તાત્કાલિક લોકડાઉનની ઘોષણા કર્યા બાદ ટેસ્ટીગ અને કંન્ટેનમેન્ટ દ્વારા કોરોનાને નિયંત્રિત કરવા માટેનાં પગલા યુધ્ધનાં ધોરણે શરૂ કર્યા હતાં.