અંજારમાં એલ આર ડીની પરીક્ષામાં પાસ કરાવવાના બહાને દોઢ લાખ ખંખેર્યા

અંજાર તાલુકાના મેઘપર કુંભારડી માં રહેતા યુવાનને એલઆરડી ની પરીક્ષામાં પાસ કરાવવાના બહાને ત્રણ લાખ 20 હજાર રૂપિયા લઈ લીધા હતા યુવાન પરીક્ષામાં નાપાસ થયા બાદ તબક્કાવાર થોડા રૂપિયા પરત આપ્યા હતા અને બાકી નીકળતા દોઢ લાખના આપીને યુવાન સાથે ઠગાઇ કરનાર કુટુંબીક ભાણેજ સામે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અંજાર પોલીસમાંથી મળતી વિગતો મુજબ ખોટી પોલીસની ઓળખ આપીને રોફ જમાવી મારકૂટ કરતા ત્રણ શખ્સો ઝડપાયા હતા તે પૈકીના અંજાર તાલુકા શિવસેના પ્રમુખ ધવલ ભટ્ટ કરેલી ઠગાઇનો વધુ એક કિસ્સો બહાર આવ્યો છે મેઘપર કુંભારડી ના રાધાનગર એક માં રહેતા ૪૯ વર્ષીય પરેશ ગૌરીશંકર વ્યાસ ના પુત્ર દીપ ને એલઆરડી ની પરીક્ષામાં પાસ કરાવવા માટે ધવલ ભટ્ટ ત્રણ લાખ 20 હજાર રૂપિયા લીધા હતા પરીક્ષામાં દીપ નાપાસ થતાં આરોપી એ બેન્ક એકાઉન્ટ અને રોકડ મારફતે થોડા રૂપિયા આપી દીધા હતા પરંતુ બાકીની કરતા દોઢ લાખ રૂપિયા આપીને ઠગાઈ કરતા પરેશ ગૌરીશંકર વ્યાસ નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે