ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 326 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ 123 દર્દીઓએ કોરોનાને માત આપી છે અને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થયા છે. રાજ્યમાં આ સમય દરમિયાન 22 લોકોના મોત નીપજ્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 4721 થઈ છે. આજે જે 22 દર્દીના મોત થયા છે તેમાંથી 16 દર્દી અમદાવાદના હતા, જ્યારે 4 દર્દી વડોદરાના તેમજ 1-1 દર્દી સુરત તેમજ પંચહાલના હતા.આ સિવાય છેલ્લા 24 કલાકમાં જે દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે તેમાં અમદાવાદના 83 દર્દી, વડોદરાના 15 દર્દી, સુરતના 12 દર્દી, આણંદના 6, સાબરકાંઠા 2, દાહોદ 1, ગીર સોમનાથ 1, નવસારી 1, પાટણ, 1 અને રાજકોટના 1 દર્દીનો સમાવેશ થાય છે નવા કેસ સાથે અમદાવાદના કુલ કેસ 3293 થયા છે. જ્યારે સુરતમાં 644 અને વડોદરામાં 308 કેસ નોંધાયા છે. અત્યાર સુધી નોંધાયેલા કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા 4721 થઈ છે જેમાંથી 736 દર્દી ડીસ્ચાર્જ થયા છે અને 236 દર્દીના મોત નીપજ્યા છે. હાલ જે એક્ટિવ દર્દી છે તેમાંથી 3713 દર્દી સ્ટેબલ છે અને 36 દર્દી વેન્ટીલેટર પર છે.