ભચાઉના માય ગામની સીમમાંથી દારૂ બાદ 1.14 લાખના તમાકુ ગુટકા પકડાયા

image_1588393191

ભચાઉ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે પોલીસને મળેલી બાતમીના આધારે માય ગામની સીમમાં સામતા તળસી કોલી ની વાડીએ રેડ પાડીને રૂપિયા અઠ્યાસી હજારની કિંમતનો અંગ્રેજી દારૂ ઝડપી પાડયો હતો બાદમાં આજ વાડીમાંથી રૂપિયા 114520 ની કિંમતનો ગુટકા બીડી અને તમાકુ નો જથ્થો મળી આવ્યો હતો પોલીસે બે મોબાઈલ એક બોલેરો સહિત ચાર લાખ વીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ગણેશ ઉર્ફ ભોલો ગુણવંત ઉર્ફે કાલ્લુ દાદા કાપડી ,સામતા તળસી કોલી, ગુણવંત ઉર્ફે કાલ્લુ દાદા બાબુલાલ કાપડી, મનજી કરસન કોલી, હિતેશ કરશન કોલી, હીરો કોલી  અને તેની સાથેનો એક અજાણ્યા ઈસમ સહિત સાત શખ્સો સામે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે