આડસર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ચિત્રોડ માં રહેતા 57 વર્ષીય હીરાભાઈ જીવાભાઈ ગોહીલ ના પત્ની પ્રેમીલાબેન ઘરની પાસે આવેલી દુકાન પાસે ગાળો બોલનાર દલા ડાયા ડોડીયા ને ગાળો બોલવાની ના પાડતાં દલા ડોડિયાએ માર માર્યો હતો તેમજ તેમના પુત્ર ને પણ માથામાં પાઈપ વડે હુમલો કરીને માર મારવામાં આવ્યો હતો દરમિયાન આરોપી રાજુ ડોડીયા, રવિ મિયાત્રા, ગોમીબેન દલા, રાજુ દલા, નાવીબેન હીરા મિયાત્રા , એ આવીને છુટા પથ્થરનો ઘા કરીને ઈજાઓ પહોંચાડી હતી તો સામા પક્ષે દલાભાઈ ડાયા ડોડિયાએ ફરિયાદ નોંધાવી છે કે રાત્રિના અરસામાં દેશા ભાઈ ની દુકાન થી દૂધ લઈને ઘરે જઈ રહ્યો હતો ત્યારે આરોપી હીરા જેવા ગોહિલે તેમણે ઊભા રાખીને તારો ભાણેજ રવિ સાથે અમારે ઝઘડો થયો છે તેની સારવાર માટે હોસ્પિટલ કેમ ગયો હતો તેમ કહીને લાકડી વડે માર માર્યો હતો અને પાછળથી આવેલા મનજી જીવા એ લોખંડનો પાઈપ માર્યો હતો આ મારામારીમાં બંને પક્ષો નોંધાવેલી ફરિયાદના આધારે પોલીસે દસ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.