ભુજના જ્યુબેલી સર્કલ પાસે નીયત ભાવ કરતા માસ્ક અને સેનેટાઇઝરના વધુ નાણા લેતા મીત મેડીકલ સ્ટોર અને સેન્ટ્રલ ફાર્માસી સ્ટોરના સંચાલકો પોલીસની ઝપેટમાં આવી ગયા હતા તો, કોડકી રોડ પર તમાકુ ગુટકા વેચનાર દુકાનદાર ઝડપાઇ ગયો હતો. જ્યારે જિલ્લાભરમાં જાહેરનામાના ભંગ બદલ 116 જેટલા લોકો સામે અટકાયતી પગલા લેવાયા હતા અને 140 જેટલા વાહનો ડીટેઇન કરવામાં આવ્યા હતા.મીત મેડીકલના સંચાલક કિશોર રસીકલાલ ઠકકર તથા સેન્ટ્રલ ફાર્માસીસના સંચાલક સુરેશ નારાણ ભાનુશાલીએ માસ્ક અને સેનેટાઇઝરના રૂપિયા વધુ લેતા હોઇ એ ડિવિઝન પોલીસે બન્ને વેપારી સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે રામદેવનગરમાં દેવ પ્રોવિઝન સ્ટોરનો માલિક ધનજી પ્રેમજી પરમાર તમાકુ બનાવટની ચીજ વસ્તુઓ વેચતો હોવાથી 1,268ના મુદામાલ સાથે તેને ઝડપી લીધો હતો. તો પશ્ચિમ કચ્છ માંથી 116 જેટલા લોકો સામે જાહેરનામાના ભંગ બદલ ગુના નોંધ્યા હતા. માસ્ક ન પહેરનારને 100નો દંડ ફટકારાયો હતો