કચ્છ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશન દ્વારા રૂ. 25 હજારનું દાન આપવામાં આવ્યું

1588452424

કચ્છ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશન દ્વારા પ્રધાનમંત્રી રાહત ફન્ડમાં રૂા.25 હજાર અર્પણ કરવાની સાથે જરૂરતમંદને રાશનકીટ નું વિતરણ કરાયું હતું. લોકડાઉનના કારણે ધંધારોજગાર બંધ છે. અનેક ફોટોગ્રાફરો બેકાર બન્યા છે. કચ્છ ફોટોગ્રાફર વેલ્ફેર એસોસિયેશન દ્વારા કોરોના મહમારી માટે પ્રધાનમંત્રી રાહત ફંડમાં રૂા. 25000 નું દાન આપવામાં આવ્યું હતું. કેટલાક આર્થિક રીતે નબળા ફોટોગ્રાફરોને પણ મદદરૂપ થવાનું કામ પણ કરવામાં આવ્યું હતું. એસોસિઅેશનના પ્રમુખ ચત્રભુજભાઈ ધામાની અને ઉપપ્રમુખ વિજયભાઈ ચૌહાણએ સાથે મળીને કચ્છ કલેક્ટરને ચેક અર્પણ કર્યો હતો.