લોકડાઉન વચ્ચે ભુજ તાલુકાના લોડાઈ ગામે શુક્રવારે રાત્રે દીપડાએ દેખા દીધી હતી.ચાર દિવસમાં જિલ્લામાં બીજો ફોટો રેકોર્ડ સાથેની હાજરી નોંધતા એ બાબત ચોક્કસ છે કે,માનવીય ચહલપહલ ઘટતા તેઓ મુક્ત થઈને વિચારવા લાગ્યા છે.આ પહેલા મંગળવારે અબડાસાના બારાની સીમમાં તે નોંધાયો હતો. લોડાઈમાં ગામ નજીક કાસવાતી ડેમ કિનારે દીપડાને જોયા બાદ ભરત કાપડીએ જણાવ્યું કે,હું જેવો કારમાં જઈ રહ્યો હતો ત્યાં રસ્તા પર 15 ફૂટ દૂર જ આ નિશાચર વન્યજીવ દીપડો જોવા મળ્યો. એકચોટ હું સ્તબ્ધ થઇ ગયો,કારની લાઇટમાં તેનો ફોટો લીધો હતો. અત્રે નોંધનીય છે કે,પૂર્વ કચ્છ વનવિભાગની હબાય રેન્જમાં કચ્છમાં સૌથી વધુ દીપડા છે, પણ માનવીય ખલેલ અને વાહનોની સતત અવરજવર હોતા આ વિસ્તારમાં જોવા ઓછા મળે છે. લોકડાઉન હોતા તેઓ દેખા દેવા લાગ્યા છે.