ગુંદાલા સ્થાનકવાસી અજરામર છકોટી જૈન સંઘ દ્વારા 500 રાશન કિટ વિતરીત કરાઇ

મુન્દ્રા તાલુકાના ગુંદાલા સ્થાનકવાસી અજરામર છકોટી જૈન સંઘ દ્વારા ગુંદાલામાં જરૂરીયાતમંદોમાં પાંચ લાખની રાશન કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ચોખા, દાળ, કઠોળ, તેલ, ખાંડ તથા બિસ્કીટની સામગ્રી સહીતની પાંચસો કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સેવાકાર્યમાં ટ્રસ્ટી, સંઘપતિ પરમચંદભાઈ મગનલાલ દેઢીયા, શામજીભાઈ છેડા, વિસનજી ધનજી, નવીનભાઈ રાંભીયા સહિતના અગ્રણીઓ જોડાયા હોવાનું સંઘના કીર્તિભાઇ ગાલાએ જણાવાયું હતું.