રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યાનુસાર ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 376 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કેસનો આંકડો 5804 થયો છે. આજે 29 લોકોના મોત થયા છે. જેમાં અમદાવાદનાં – 259 કેસ છે જ્યારે 153 લોકો ડિસ્ચાર્જ થયા છે.