ગોમટા પાસે ભાદર ડેમમાં ન્હાવા પડેલ કિશોરનું ડૂબી જતા મોત

ગોંડલ તાલુકાના ગામે ખેત મજૂરી કામ કરતા પરિવારના બાળકો ભાદર ડેમમાં ન્હાવા ગયા હોય જેમાં એક કિશોર ડૂબી જતા તેનું મોત નિપજયું હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગોંડલ શહેર તેમજ પંથકના ખેત મજૂરી કામ કરવા માટે એમપી થી બહોળી સંખ્યામાં આદિવાસી શ્રમિકો પેટીયું રડવા આવતા હોય ગોમટા પાસે રહેતા અને ખેત મજૂરી કામ કરતા પરિવારના અકિલા બાળકો બપોરના ગરમીમાં ભાદર ડેમમાં ન્હાવા ગયા હતાં. દરમિયાન સુનિલ બાબુભાઇ સોલંકી ઉ.૧પ નામનો કિશોર ડૂબી જતા ગોંડલ ફાયર ફાઇટરના તરવૈયાઓએ દોડી જઇ કલાકોની જહેમત બાદ સુનિલની લાશને પાણીમાંથી બહાર કાઢી પીએમ માટે દવાખાને ખસેડી હતી.