પોલીસ લોક-અપમાં આરોપીનો આપઘાત

રાજકોટમાં નાના મવા મેઇન રોડ પર આવેલ ભીમ નગર સર્કલ પાસે રહેતા પ્રોઢ એ તાલુકા પોલીસ મથકના લોકઅપમાં બાથરૂમની સાકર માં રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતદેહમને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.અગાઉ માસૂમ બાળકી પર શારીરિક અડપલા કરવાના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલા અને હાલ પત્નીએ કરેલી ફરિયાદના આધારે તાલુકા પોલીસે કરેલી અટકાયતમાં પૂછપરછ થાય તે પહેલાં જ આરોપીએ પગલું ભરી લેતા પોલીસે આપઘાતનું કારણ જાણવા વિશેષ કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ નાનામોવા મેઈન રોડ પર આવેલા ભીમ નગર સર્કલ પાસે રહેતા વિનુભાઈ નરસિંહભાઈ પરમાર નામના પ્રૌઢ ગઈકાલે રાત્રિના તાલુકા પોલીસ મથક ના લોક-અપમાં બાથરૂમની સાકરમાં રૂમાલ બાંધી ગળાફાંસો ખાઇ લેતા તાલુકા પોલીસ મથકના પીઆઇ ધોળા તેમજ એફ.એસ.એલ સહિતના સ્ટાફે દોડી જઇ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સિક્યુરિટી ની નોકરી કરતા વિનુભાઈ અગાઉ બાળકી પર શારીરિક અત્યાચારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું તેમજ તેની પત્ની રમાબેન પોલીસમાં કરેલી ફરિયાદના આધારે ગઈકાલે સાંજે તાલુકા પોલીસે નિયમાનુસાર અટકાયત કરી તેને લોકઅપમાં મુકવામાં આવ્યા હતા રાત્રિના તેના માટે પોલીસ દ્વારા જમવાનું મુકવામાં આવ્યું હતું પરંતુ કોઇ પ્રતિસાદ નહીં મળતા પોલીસ મેને તપાસ કરતા લોકોના બાથરૂમમાં વિનુભાઈ નો મૃતદેહ લટકતો જોવા મળ્યો હતો.બનાવને પગલે તાલુકા પોલીસ મથકના પી.આઈ સહિતનો પોલીસ કાફલો દોડી આવી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ એચડી આપઘાતનું કારણ જાણવા વધુ કાર્યવાહી હાથ ધરી છે.