કોરોનાનો ફાયદો ઉઠાવી ડુપ્લીકેટ પોલીસ બની ફરતા બે તોડબાજની ધરપકડ

ગળતેશ્વર તાલુકાના વાડદથી ઠાસરા જવાના રસ્તા ઉપર ડુપ્લીકેટ પોલીસ બની ઓરીજનલ પોલીસનો રોફ મારતા બે ઈસમોને સેવાલિયા પોલીસે ગત રોજ ધરપકડ કરી આગળ ની કાર્યવાહી હાથધરી છેવાડદ થી ઠાસરા જવા ના રસ્તા ઉપર ગત રોજ સવારે બે ઈસમો અલ્ટો ગાડી લઈ ઉભા હતા. તે દરમિયાન રસ્તા ઉપર જતા લોકોને પોલીસની ઓળખ આપીને પૈસા ઉઘરાવવાનો કારશો રચ્યો હતો. ગત રોજ બે ઈસમો સફેદ કલરની અલ્ટો ગાડી લઈને ઠાસરા જવાના રસ્તા ઉપર ઉભા રહી રસ્તે જતા લોકોને કેમ લોકડાઉન મા નીકળ્યા છો , કેમ માસ્ક નથી પહેર્યું , બાઇક ઉપર કેમ ત્રણ સવારી છો તેવું કહી ને ખિસ્સા માંથી ૫૦૦ કે તેથી વધારે રૂપિયા લઈ લોકો ને લૂંટવાનો કારશો રચ્યો હતો.ફરિયાદી ના જણાવ્યું અનુસાર ગત રોજ બપોરે ૧૨ કલાક ની સુમારે પોતાનું બાઇક લઈ ને મોઢે રૂમાલ બાંધીને તેના ખેતરમાં કુવા પાસે જતો હતો તે દરમિયાન વાડદ થી ઠાસરા જવાના રસ્તા ઉપર તલાવડી પાસે એક સફેદ કલર ની અલ્ટો ગાડી નંબર GJ-07-BN-1739 ની ઠાસરા તરફ ના મોઢે ઉભી હતી. બાઇક ગાડી નજીક આવતા ગાડી માંથી બે ઈસમો એ મને ઉભો રાખી મને ઉભા રહેવાનો ઈશારો કરતા હું ઉભો રહ્યો અને મને કહેલ કે કોરાના વાઇરસ અંગે લોકડાઉન ચાલે છે તો તમે બહાર કેમ નીકળ્યા છો માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહી ધમકાવી કહ્યું કે માસ્ક નથી પહેર્યું એટલે ૫૦૦ રૂપિયા નો દંડ આપવો પડશે અને જો નહિ આપો તો પોલીસ સ્ટેશન ને લઈ જઈ જેલ માં મૂકી દેવા પડશે તેમ કહી મારી પાસે બળજબરી પૂર્વક ખિસ્સા માંથી ૫૦૦ કાઢી લીધેલા અને પાવતી ની માગણી કરતા કહ્યું કે કાલે પાવતી મળી જશે.દરમિયાન એક બીજા વ્યક્તિ ને ઉભા રાખી ને તેમની પાસે થી પણ ૫૦૦ રૂપિયા લઈ ને તેમને જવા દીધા હતા તેજ સમયે અમને શંકા જતા ગામ ના સરપંચ આસીફ હુસેન મલેક ને જાણ કરતા તે ઓ એ ગામના લોકો ને પૂછતાં તોડબાજ આરોપીઓએ બે થી ત્રણ વ્યક્તિ જોડે થી પૈસા લીધેલ જોવાની જાણવા મળેલ તેથી તેમને ફરિયાદી ને સેવાલિયા પોલીસ નો સંપર્ક કરી ગાડી નંબર આપતા આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતાસેવાલિયા પોલીસે ફરિયાદી એ આપેલા ગાડી નંબર ના આધારે પોલીસે તપાસ કરતા ગાડી ઠાસરા ની હોવાનું માલુમ પડ્યું હતું ત્યારે સેવાલિયા પોલીસ દ્વારા ગાડી નંબર ના આધારે બંને નકલી પોલીસ બની ને સેખી મારતા બન્ને ઈસમો ને દબોચી લીધા હતા સેવાલિયા પોલિસે આરોપી ની તપાસ કરતા (૧) ભાવેશભાઈ ઈશ્વરભાઈ પટેલ ઉ વર્ષ -૩૬ રહે.વેદાંત વાટિકા ૧ કામ – ઇન્ડુશનબેંક બાલાસિનોર માં લોન રિકવરી (૨) જયેશકુમાર પ્રવીણ સિંહ પરમાર ઉ વર્ષ -૨૮ રહે.બાધરપુરા રણછોડરાય હોટલ પાછળ કામ – ખેતી આ બંને આરોપી ની ધરપકડ કરી સેવાલિયા પીએસઆઇ ડી.પી.સોલંકી દ્વારા કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી