મુંબઈના ભાંડુપના એક ક્રુ-મેમ્બરનો રિપોર્ટ ગત ૩૦મી એપ્રિલે પોઝીટીવ આવ્યા બાદ કોરાના ગ્રસ્ત જે હોટેલમાં રોકાયો હતો. તે હોટેલના સ્ટાફને હોટેલમાં જ કવોરેન્ટાઈન કરવામાં આવ્યો હતો. પરંતુ રવિવારે જ્યારે આરોગ્યની ટીમ કવોરેન્ટાઈન કરાયેલા લોકોની ચકાસણી માટે હોટેલ પહોંચી ત્યારે હોટેલ સ્ટાફના બે લોકો ગેરહાજર હતા. આ અંગે હોટેલ મેનેજરને પુછતા તેમણે અજાણતા દર્શાવી હતી અને બે લોકોની ગેરહાજરીની માહિતી સુપરવાઈઝર દ્વારા છુપાવવામાં આવી હોવાનું હોટેલના મેનેજર કમલ ડોબરીવાલએ જણાવ્યું હતું. હોટેલ સ્ટાફના લાલજી દામજી અકીલા ફુલીયા અને જેનાબાઈ આદમ સમેજા ગેરહાજર હોવાથી મુંદરા તાલુકા હેલ્થ ઓફિસ ગીરીવર બારીયાએ મુંદરા પોલીસ સ્ટેશનમાં હોટેલ મેનેજર સામે કવોરેન્ટાઈન થયેલા સ્ટાફની માહિતી છુપાવવા બદલ ફોજદારી નોંધાવી હતી.