લોકડાઉનમાં બુધવારથી પેસેન્જર વાહનનોને કેટલીક સરતો સાથે છુટછાટ અપાઇ છે તેમાં રિક્ષા ચાલકોને બે વ્યક્તિઓને બેસાડવાની મંજુરી અપાઇ છે ત્યારે ભુજના આત્મારામ સર્કલ સવારે પાસે છકડો રિક્ષા ત્રણ જણાને બેસાડીને જતી રિક્ષા પલ્ટી મારી જતાં ત્રણ મહિલાઓને ઓઅછી વતી ઇજાઓ થતાં હોસ્પિટલમાં ખસેડવામાં અાવી હતી. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ બપોરે બાર વાગ્યાના અરસામાં બન્યો હતો. છકડો રિક્ષા જી.જે.12 એવી 3879 આત્મારામ સર્કલ પાસે અચાનક પલ્ટી મારી જતાં છકડામાં બેઠેલા હિરબાઇ વેરશીભાઇ મહેશ્વરી (ઉ.વ.50), મંજુલાબેન માવજીભાઇ મહેશ્વરી (ઉ.વ.38), તથા જાનબાઇ બુધીયાભાઇ મહેશ્વરી (ઉ.વ.40) ત્રણેય રહે સંતરોહીતદાસનગર ભુજને ઇજા થતાં હોસ્પીટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે બનાવની જાણવા જોગ નોંધ લઇ તપાસ હાથ ધરી છે.