કચ્છમાંથી પગપાળા વતન જવાની શ્રમિકોની જિદ, સાંધીપુરમમાં કામદારો વચ્ચે બઘડાટી પછી કચ્છમાં પરપ્રાંતીય શ્રમિકોને મુદ્દે તંગદિલીભર્યો માહોલ સર્જાયો હતો. અંતે તંત્રએ આજે ભુજથી પ્રયાગરાજની ટ્રેનને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. જેમાં ૫૫૦ કામદારોએ પોતાના વતનની વાટે જવાની રાહ પકડી હતી. રાજયમંત્રી વાસણભાઇ આહીર, સાંસદ વિનોદ ચાવડા, કલેકટર પ્રવીણાઙ્ગ ડીકે, ડિઝાસ્ટર મામલતદાર પ્રજાપતિ સહિત અન્ય અધિકારીઓએ લીલીઝંડી આપી ટ્રેનને પ્રસ્થાન કરાવ્યું હતું. જોકે, આ પૂર્વે અનેક શ્રમજીવીઓએ ભુજના પ્રાંત અધિકારી મનીષ ગુરવાણી સમક્ષ પોતાની પાસેથી ઠેકેદારોએ પૈસા લીધા છે એવો આક્ષેપ કર્યો હતો. તો, આ કાર્યક્રમમાં કચ્છના ધારાસભ્યોની ગેરહાજરીની ચર્ચા વચ્ચે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની હાજરીએ ચર્ચા સર્જી હતી. જોકે, કોંગ્રેસ પ્રમુખે દાવો કર્યો હતો કે, તેમની સમક્ષ જે ૫૦ શ્રમજીવીઓએ ટીકીટ માટે રજુઆત કરી હતી તેમને તેમણે ટિકિટના પૈસા આપ્યા હતા, એટલે તેઓ આવ્યા છે. કચ્છમાંથી ઉત્તર ભારતના રાજયો ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના શ્રમિકો હજીયે પોતાના વતન જવા માંગે છે, કચ્છમાંથી બહાર જવા લગભગ ૮ હજારઙ્ગ શ્રમિકોએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.