કચ્છમાં જમાઇ બન્યો જમ : રિસાયેલી પત્ની ન માનતા સસરાની કરી ક્રૂર હત્યા

133904l

કચ્છના અંજાર તાલુકાના સિનુગ્રા ગામે ઘરેલું ઝઘડામાં જમ બનેલા જમાઈએ રમજાન મહિનામાં પોતાના સસરાની ક્રૂર હત્યા નિપજાવી હતી. આરોપી સલીમ ઇસ્માઇલ ખલીફા પોતાના ગામ મીંદીયાળાથી સાસરિયે સિનુગ્રા ગામે આવ્યો હતો. સલીમની પત્ની રિસામણે બેઠી હોઈ તેને તે સમજાવવા આવ્યો હતો. દરમિયાન સસરા જાફર ઓસમાણ ખલીફા સાથે તેની ઉગ્ર અકિલા બોલાચાલી થતાં સલીમે આવેશમાં આવી ક્રૂરતા પૂર્વક પોતાના ૫૫ વર્ષીય સસરાને છાતીમાં ઉપરાઉપરી છરીના ઘા મારતા તે ઢળી પડ્યા હતા. હોસ્પિટલમાં પહોંચે તે પહેલાં જ તેનું મોત નિપજતા જમાઈ સલીમ ઇસ્માઇલ ખલીફા સામે ખૂનનો ગુનો નોંધી પોલીસે તેની ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે.