કચ્છમાં કોવિડ લેબને મંજૂરી, અત્યારે બે શંકાસ્પદ કેસ, વધુ ૩૦ સેમ્પલ લેવાયા

કચ્છમાં કોરોના અંતર્ગત અત્યારે થોડી રાહતના સમાચાર છે. અત્યારે ભુજના ૬૯ વર્ષીય પુરુષ અને મુન્દ્રાના એક ક્રુ મેમ્બર સહિત બે શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ છે. ગઈકાલે તમામ ૩૨ સેમ્પલના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. તો, આજે વધુ ૩૦ સેમ્પલ રાજકોટ લેબમાં મોકલાયા છે. ગઈકાલે ૫૩ ને ઇન્સ્ટિટ્યૂટમાં જ્યારે ૨૮૪૧ અકિલા ને ઘરે એમ કુલ ૨૮૯૪ જણાને કવોરેન્ટાઈન કરાયા છે. દરમ્યાન કચ્છમાં કોરોના ટેસ્ટિંગ લેબને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ હોવાનું નાયબ મુખ્યમંત્રી દ્વારા રાજયમંત્રી વાસણભાઇ આહીરને જણાવાયું છે. એટલે ટૂંક સમયમાં કચ્છમાં કોરોનાના દર્દીઓના સેમ્પલની ચકાસણી શરૂ થઈ જશે.