કચ્છ ક્રિકેટ એશોસિએશનના નવનિયુકત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન

006

કચ્છ ક્રિકેટ એશોસિએશનના નવનિયુકત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હુકમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવ્યું.
આજરોજ ગુરુપૂર્ણિમા ના દિને ભુજ મધ્યે કચ્છ ક્રિકેટ એશોસિએશનના બનેલા નવનિયુકત પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું કચ્છના જાણીતા ક્રિકેટર જયેન્દુ શુકલ ધ્વારા અભિવાદન કરવામાં આવેલ. સહકાર સેવા મંડળ, ભુજના પ્રમુખ ઝહીર સમેજા ધ્વારા સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ માલશી માતંગ, આમદભાઈ જત, ખજાનચી યુનુસભાઈ ખત્રી (મુંબઈવાળા) ધ્વારા સન્માનપત્ર, શાલ તેમજ પુષ્પગુચ્છથી શ્રી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાનું સન્માન કરવામાં આવેલ.
કચ્છ ક્રિકેટ એશોસિએશનના પ્રમુખ શ્રી રાજેન્દ્રસિંહ હકુમતસિંહ જાડેજાએ શુભેચ્છા બદલ સંસ્થાનો આભાર વ્યકત કરેલ. અને તેમણે ખાત્રી આપેલ કે ભવિષ્યમાં આગામી દિવસોમાં કચ્છના ખેલાડીઓને ક્રિકેટના વિકાસને આગળ વધવા માટે એશોસિએશન સંનિષ્ઠ પ્રયત્નો કરવાની ખાત્રી આપેલ. જુદા જુદા ફોર્મેટથી ક્રિકેટ ટુર્નામેન્ટ અને ઈન્વીટેશન ટુર્નામેન્ટ કચ્છના ઉભરતા ખેલાડીઓને અંડર-૧૪, ૧૭, ૧૯ અને ૨૩ અને ઓપન વિભાગના ક્રિકેટરો માટે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે.
આ પ્રસંગે કચ્છના જુના સિનિયર ખેલાડીઓ સ્વ. ઈસ્માઈલ સમેજા, પૂર્વ પ્રમુખ અને કચ્છ ક્રિકેટના ભીષ્મપિતામહ સ્વ. ડો. રાજારામ સાહેબ, સ્વ. બહાદુરસિંહજી જાડેજાની ક્રિકેટક્ષેત્રે કરેલી સેવાઓને યાદ કરવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના પ્રમુખ ઝહીર સમેજા ધ્વારા કરવામાં આવેલ. અને આભારવિધી માલશી માતંગે કરેલ હતી.