અંતરજાળમાં આવેલા રાજનગરમાં ઘર પાસે પાર્ક કરેલું બાઇક તસ્કરો ઉપાડી ગયા હોવાની ફરિયાદ આદિપુર પોલીસ મથકે નોંધાતાં સંકુલમાં વાહન ચોરીનો બનાવ સતત બીજા દિવસે પણ નોંધાયો છે. આ બાઇક ચોરીનો બનાવ ગત તા.7/4 ના રાત દરમિયાન બન્યો હતો જેમાં અંતરજાળના રાજનગરમાં રહેતા ટ્રાન્સપોર્ટર અરવિંદભાઇ ચોથાભાઇ કોઠીવારે તા.7/4 ના રાત્રે 10:30 વાગ્યાના અરસામાં પોતાનું રૂ.30,000 ની કિંમતનું જીજે-12-ડીઆર-9327 નંબરનું બાઇક ઘર પાસે પાર્ક કર્યું હતું જે તેઓ તા.8/4 ના સવારે ઉઠીને જોયું તો ન દેખાતાં પહેલાં જાતે શોધખોળ કરી પણ આજ દિવસ સુધી ન મળતાં બાઇક ચોરાયું હોવાની ફરિયાદ નોંધાવી છે.