આડેસર અને સુરજબારી ચેક પોસ્ટ ની મુલાકાત લઈ જાત માહિતી મેળવતા ડીડીઓ

હાલ કોરોના ના કહેર વચ્ચે કચ્છમાં મહારાષ્ટ્ર મુંબઈ. અમદાવાદ. સુરત. પુના. વડોદરા. બનાસકાંઠા. મહેસાણા સહિત ના રેડ ઝોન વિસ્તારમાં થી માદરે વતન લોકો આવી રહયા છે ત્યારે આ આવી રહેલા લોકો કે જે રેડ ઝોન માંથી આવે છે અને આ માટે તંત્ર કોઈ ખતરો ઉભો ના થાય તે માટે આજે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી એ આડેસર પોલીસ ચેક પોસ્ટ અને આરોગ્ય વિભાગ ની ચેક પોસ્ટ ની મુલાકાત લીધી હતી અને ફરજ બજાવતા કર્મચારીઓ ને જરૂરી સુચના આપી હતી કે જરૃરી ડોક્યુમેન્ટ ચેક કરવા અને કયા કારણોસર કચ્છમાં આવી રહયા છે અને આરોગ્ય તપાસ કરવા માટે સુચના આપવામા આવે અને હોમ કવોરન્ટાઇન થાય તે માટે આવનાર વ્યક્તિ ને તાકીદ કરવામાં આવે આવનાર વ્યક્તિ ક્યાં ઝોન માંથી આવે છે તે અંગે ની ચકાસણી ખાસ ધ્યાન પર લેવા મા આવે તે બાબતે સુચન કર્યું હતું આડેસર ખાતે પોલીસ ચેક પોસ્ટ ઉપરાંત અધિકારીઓની અને કર્મચારીઓ ની એક મિટિંગ લીધી હતી જેમાં સોશિયલ ડીસ્ટનશીંગ નો અમલ કરવા મા આવ્યો હતો અન્ય રાજ્યો કે જે રેડ ઝોન માંથી આવેલા હોય તેવા વાહનો થી સોશિયલ ડીસ્ટનશીંગ જાળવવું જરૃરી છે તેવી સુચના જીલ્લા વિકાસ અધિકારી એ આપી હતી આ મુલાકાત સમયે તાલુકા વિકાસ અધિકારી ડી. જે. ચાવડા. આડેસર પીએસઆઇ બી. વી. ચુડાસમા સહિત આરોગ્ય વિભાગ અને પંચાયત વિભાગ ના કર્મચારીઓ હાજર રહ્યા હતા તો કચ્છ જિલ્લા મા પ્રવેશ માટે નું મુખ્ય ગણાતા સુરજબારી પોલીસ ચેક પોસ્ટ ની મુલાકાત લીધી હતી અને ઉપસ્થિતિ કર્મચારીઓ અને આરોગ્ય અધિકારી અને પોલીસ અધિકારી ને જરૂરી સુચના આપી હતી અને આવનારા લોકો ની વિગતો મેળવી ને ઓનલાઇન કરી ને જેતે લાગતા વળગતા તાલુકા ના અધિકારીઓ અને આરોગ્ય વિભાગ ને જાણ કરવા ની અને આવનારા લોકો મા જો કોઈ શંકાસ્પદ કોરોના વાયરસ ના સંક્રમણ વારી વ્યક્તિ જોવા મળે તો તમની તપાસ કરી ને કવોરન્ટાઇન કરવામાં આવે તેવી સુચના આપી હતી અને સોશિયલ ડીસ્ટનશીંગ મુજબ કામગીરી કરવામાં આવે તેમજ કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે અંગે તપાસ કરી હતી સુરજબારી ખાતે જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશી સાથે ભચાઉ પ્રાંત અધિકારી પી. એ. જાડેજા. ભચાઉ તાલુકા વિકાસ અધિકારી એમ. એમ. જાખણીયા. મદદનીશ તાલુકા વિકાસ અધિકારી રીઝવાન કોઢીયા રાપર સીપીઆઇ ડી. એમ. ઝાલા પીએસઆઇ એન. વી. રહેવર. પીએસઆઇ આર. જે. સિસોદિયા. તાલુકા હેલ્થ ઓફિસર ડો સિંગ હાજર રહ્યા હતા