કાર્ગોમાં અગાઉની અદાવતમાં યુવાનને માર પડ્યો

ગત સાંજે પાંચ વાગ્યાના અરસામાં કાર્ગો ઝુંપડામાં રહેતો રાજેશ છગનભાઇ કોલી હાઇવે પરથી ઘરે જઇ રહ્યો હતો ત્યારે રામદેવનગરના ચોકમાં બેઠેલા નરેશ સીધાભાઇ કોલી અને વિનોદ સીધાભાઇ કોલીએ તેને રોક્યો હતો અને તમે ત્રણ બાપ દિકરા અમારૂં શું બગાડી લેશો તેમ કહેતાં રાજેશે આપગા જુના ઝઘડામાં સમાધાન થઇ ગયું છે હવે શું છે તેમ કહેતાં ઉશ્કેરાયેલા બન્ને જણાએ ગાળો આપી રોડ ઉપર પટક્યો હતો જેમાં જમણા હાથના કાંડામાં ફ્રેક્ચર સહીતની ઇજા પહોંચાડી હતી. રાજેશે બન્ને વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.