સુરેન્દ્રનગર જીલ્લા માં શ્રમિકો ની અવર – જવર માટે બસ વ્યવસ્થા મામલે વિવાદ..!!! લખતર ના ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી દ્વારા સરકારી તંત્ર એ પોતાના મળતીયાઓ ને કમાણી કરાવવાનું ષડયંત્ર કરાયા નો આક્ષેપ

    હાલ ની. ભયંકર મહામારી ના દિવસો માં બીજા રાજ્ય નાં શ્રમિકો ને પોતાના વતન પહોંચાડવા માટે કોંગ્રેસ દ્વારા આં લોકો ને વતન પહોંચાડવાનું ભાડું પક્ષ ચૂકવશે તેવી જાહેરાત બાદ રાજકીય ખળભરાટ મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ના સરકારી તંત્ર દ્વારા તેમના મળતીયાઓ ને કમાણી કરી અપાવવા નું ષડયંત્ર થયા નો લખતર  પાટડી ના  ધારાસભ્ય યે  આક્ષેપ  કરતા જિલ્લા માં ભારે ચકચાર મચી જવા પામી છે હાલ સમગ્ર દેશ કોરોના ની ભયંકર મહામારી ભોગવી રહ્યો છે ત્યારે  છેલ્લા ઘણા દિવસો થી રોજી રોટી વગર પરપ્રાંતીયો શ્રમિકો ની પરિસ્થિતિ ખૂબ જ દયનીય થઈ જવા પામી છે ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા શ્રમિકો ને પોતાના વતન જવા માટે પક્ષ દ્વારા ભાડા ની વ્યવસ્થા કરી આપવા માં આવનાર હોવાનું કહેવામાં આવતા ભાજપ ને કોંગ્રેસ વચ્ચે આ મામલે ભારે રાજનીતિ થઈ રહી છે ત્યારે  કોંગ્રેસ ના ધરા સભ્ય દ્વારા પોતાના મત વિસ્તાર ના પરપ્રાંતીયો શ્રમિકો ને પોતાના વતન જવા માટેનો ખર્ચ ઉઠાવવા માટે જિલ્લા કલેકટર ને ગત તારીખ ૪/૫/૨૦ નાં રોજ પત્ર લખી જાણ કરવામાં આવેલ આં બાબતે પાટડી મામલતદાર દ્વારા અત્રે જણાવવા માં આવેલ કે જિલ્લા કલેકટર ની સૂચના અનુસાર તેઓએ ખાનગી લકઝરી બસો ની વ્યવસ્થા કરેલ છે અને તેનું એક બસ નું ભળી રૂપિયા ૩૫૦૦૦/- નક્કી કરેલ છે જ્યારે આનો અર્થ એ થયો કે એક વ્યક્તિ નો ખર્ચ જે સરકારી બસો માં માત્ર ૨૦૦/- થાય તેની જગ્યા યે એક વ્યક્તિ નું ભાડું ૧૨૦૦/- નક્કી કરેલ છે આં ૬ ગનું ભાડું લઈ લુટફાટ ચાલુ કરેલ છે જ્યારે સરકારી બસો ફાજલ પડેલી છે ત્યારે આ બસો ફાળવવાની જગ્યા યે પોતાના મળતીયાઓ  ને કોરોના ના કહેર વચ્ચે કમાણી કરાવી આપવાનો કારસો સરકારી તંત્ર દ્વારા કોના ઇશારે ગોઠવવામાં આવ્યો છે  આ કામગીરી અત્યંત નિંદનીય તેમજ ઘોર અપમાન સમાન હોય તે. પરત્વે કડક કાર્યવાહી થવી જોઈએ અને સરકારી બસો પરપ્રાંતીય મજૂરો ને તેમના વતન માં લઇ જવા માટે તાત્કાલિક ફાળવવી જોઈએ તેવો આક્ષેપ લખતર પાટડી ના ધારાસભ્ય નૌશાદ ભાઈ સોલંકી યે કરતા  સમગ્ર જિલ્લા માં  ભારે ચકચાર ફેલાઈ જવા પામી છે