પીએમ મોદીએ કોરોના વોરિયર્સના વખાણ કર્યા, કહ્યુ- ભગવાન બુદ્ધે લોકોની સેવા કરવાનો સંદેશ આપ્યો છે


ભારત વિશ્વના હિતમાં કામ કરી રહ્યું છે, ભારતની પ્રગતિ વિશ્વની પ્રગતિમાં મદદરૂપ સાબીત થશે
ન્યૂ દિલ્હી. વિશ્વભરમાં આજે કોરોના વોરિયર્સનું સન્માન કરાઈ રહ્યું છે. ત્યાર બુદ્ધ પૂર્ણિમાના અવસરે આયોજિત આંતરરાષ્ટ્રીય વર્ચ્યુઅલ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું હતું. તેઓએ વિશ્વભરમાં રહેલા ભગવાન બુદ્ધના અનુયાયીઓને શુભકામના પાઠવી હતી. પીએમ મોદીએ વિશ્વભરના કોરોના વોરિયર્સના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે ભગવાન બુદ્ધે વિશ્વને સેવા કરવાનો સંદેશ આપ્યો છે. વિશ્વમાં ઉથલપાથલ છે, ઘણીવાર નિરાશા અને હતાશાના ભાવ વધારે જોવા મળે છે ત્યારે ભગવાન બુદ્ધનો સંદેશ વધુ પ્રાસંગિત બની જાય છે.આપણે બધા મુશ્કેલ સ્થિતિમાંથી બહાર આવવાના કામમાં લાગેલા છીએપીએમ મોદીએ કહ્યું કે આ વખતે પરિસ્થિતી અલગ છે. વિશ્વ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે. તમારી વચ્ચે આવવું મારા માટે સૌભાગ્યની વાત હોત, પરંતુ પ્રવર્તમાન સ્થિતિ આની પરવાનગી નથી આપતું. પરંતુ દૂરથી જ ટેક્નોલોજડીના માધ્યમથી તમે મને વાત રાખવાની તક આપી તેનો સંતોષ છે. બુદ્ધ કહેતા હતા કે થાકીને રોકાઈ જવું કોઈ વિકલ્પ નથી. માનવે સતત એ પ્રયાસ કરવો જોઈએ કે મુશ્કેલ સમયમાં જીત મળે, તેમાંથી બહાર નિકળાય. આજે આપણે બધા મુશ્કેલ પરિસ્થિતીમાંથી બહાર નિકળવા માટે કામે લાગેલા છીએ.
ભગવાન બુદ્દે ભારતની સંસ્કૃતિને સમૃદ્ધ કરી
જીવનની મુશ્કેલીઓને દૂર કરવાના સંદેશ અને સંકલ્પે ભારતની સભ્યતા અને સંસ્કૃતિને હંમેશા દિશા બતાવી છે. ભગવાન બુદ્ધે ભારતની આ સંસ્કૃતિને સમૃદ્ધ કરી છે. તેઓ પોતાનો દીપક સ્વયમ બન્યા અને પોતાની જીવનયાત્રાથી બીજાના જીવનને પ્રકાશિત કર્યા. બુદ્ધ કોઈ એક પરિસ્થિતી સુધી સીમિત નથી કે કોઈ એક પ્રસંગ પૂરતા સીમિત નથી.ભારત વિશ્વ પ્રત્યે પોતાની જવાબદારી ગંભીરતાથી નિભાવી રહ્યું છેભગવાન બુદ્ધે 4 સત્ય બતાવ્યા, દયા, કરુણા, સુખ-દુખ પ્રત્યે સમભાવ અને જે જેવા રૂપમાં છે તેવા રૂપમાં સ્વીકારવા આ સત્ય નિરંતર ભારત ભૂમિની પ્રેરણા બન્યા છે. આજે તમે પણ જોઈ રહ્યા છો કે ભારત નિસ્વાર્થ ભાવે કોઈ ભેદભાવ વગર પોતાને ત્યા અને વિદેશમાં સંકટથી ઘેરાયેલા વ્યક્તિ સાથે તાકાતથી ઊભું છે. ભારત આજે પ્રત્યેક ભારતવાસીના જીવનને બચાવવાના બનતા પ્રયાસો કરી રહ્યુ છે. પોતાના વૈશ્વિક જવાબદારીને પણ એટલી જ ગંભીરતાથી નિભાવી રહ્યુ છે.મુશ્કેલ સમયમાં તમારું અને તમારા પરીવારનું ધ્યાન રાખોબુદ્ધ ભારતના બોધ અને ભારતના આત્મબોધ બન્નેના પ્રતીક છે. આ આત્મબોદ્ધ સાથે ભારત નિરંતર માનવતા માટે સમગ્ર વિશ્વમાં કામ કરી રહ્યું છે અને કરતું રહેશે. ભારતની પ્રગતિ હંમેશા વિશ્વની પ્રગતિમાં સહાયક થશે. આ મુશ્કેલ સ્થિતિમાં તમારું અને તમારા પરીવારનું ધ્યાન રાખો.પોતાની રક્ષા કરો અને બીજાને પણ મદદ કરો.