દિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયાનવી દિલ્હી. લૉકડાઉનના બે તબક્કામાં અત્યાર સુધી 600થી વધુ માર્ગ અકસ્માત સર્જાયા. તેમાં 140થી વધુ લોકો મૃત્યુ પામ્યા. રોડના કિનારે રહેતા લોકોના જીવને વધુ જોખમ રહ્યું. એનજીઓ સેવ લાઈફ ફાઉન્ડેશન તરફથી એકત્રિત કરાયેલા આંકડાઓ અનુસાર દેશમાં 24 માર્ચથી 14 એપ્રિલ અને 14 એપ્રિલથી 3 મે સુધીના લૉકડાઉન દરમિયાન દેશભરમાં 600થી વધુ અકસ્માત સર્જાયા હતા. તેમાં 140થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. તેમાં 100થી વધુ લોકોનાં મોત ફક્ત નવ રાજ્યોમાં થયા છે.લૉકડાઉનના કારણે વતન પરત ફરતા લોકોને વધુ અકસ્માતદિલ્હી, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, કેરળ, કર્ણાટક, રાજસ્થાન, પંજાબ તથા તમિલનાડુમાં સૌથી વધુ માર્ગ અકસ્માત સર્જાયા હતા. 30 ટકા મૃત્યુ એ પ્રવાસી મજૂરોના થયાં જે લૉકડાઉનના કારણે તેમના વતન પાછા ફરી રહ્યા હતા. દુર્ઘટનાનું મુખ્ય કારણ વાહનોની પૂરપાટ ઝડપ જ હતી.