લોકડાઉન વચ્ચે પણ એકબાજુ કેન્દ્ર સરકાર હવાઈ અને રેલમાર્ગે અને બીજીબાજુ રાજય સરકાર રોડ માર્ગે અટવાયેલાઓને તેમના દ્યેર અકીલા પહોંચાડવા માટે ઉદાર અભિગમ અપનાવી રહી છે. બીજી બાજુ કયાંક તંત્ર વચ્ચે સંકલનનો અભાવ પણ દ્યેર પહોંચવા ઇચ્છનારાઓ માટે અવરોધરૂપ બની રહ્યો છે. મળતી વિગતો મુજબ મુન્દ્રાના જુના બંદરે જયાં દેશી વહાણોની અવરજવર છે, ત્યાં ગલ્ફના શારજહાથી મુન્દ્રા વહાણમાં ગત તા/૩૦ માર્ચના આવેલા સૌરાષ્ટ્રના ૨૩ ખલાસીઓ અટવાયા છે. શિવશકિત અને કૃષ્ણસુદામા એ બન્ને વહાણના આ ૨૩ ખલાસીઓએ કોરોનાને કારણે ૧૪ દિવસનો કવોરેન્ટાઈન પિરિયડ દરિયામાં રહીને પૂરો કરી લીધો. પણ, તે દરમ્યાન ફરી નિયમમાં ફેરફાર આવ્યો અને વિદેશથી દરિયાઈ કે હવાઇમાર્ગે આવનારાઓ માટે મેડિકલ ટેસ્ટ ફરજીયાત કરવાનો આદેશ થયો. હવે, બન્ને વહાણના ખલાસીઓએ વારંવાર મુન્દ્રા ઓલ્ડ પોર્ટના પોર્ટ અધિકારીઓ, તાલુકા મામલતદાર, પ્રાંત અધિકારી ઉપરાંત તાલુકા અને જિલ્લાના આરોગ્યતંત્ર સહિતનું ધ્યાન દોરીને તેમનું મેડિકલ ચેકઅપ કરવાની રજુઆત કરી છે. પણ, કમનસીબે તાલુકા અને જિલ્લાના તંત્રના સંકલનના અભાવે તેમની માંગણી અને રજુઆત પછી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. તેમને ખાનગી લેબમાં રિપોર્ટ કરાવવાની સલાહ મળે છે, જેનો ખર્ચ ખલાસી દીઠ મોટો આવતો હોઈ આ ખલાસીઓ આર્થિક નબળી પરિસ્થિતિને કારણે ખર્ચ કરી શકે એમ ન હોઈ તેઓ સરકારી તંત્રના ભરોસે રાહ જોઈ રહ્યા છે. શિવશકિતના ટંડેલ ધનજી નાથાભાઇ ધાપા છે, તેમાં ૧૦ ખલાસીઓ છે, જયારે કૃષ્ણસુદામાના ટંડેલ મજીદ અબ્દુલભાઇ કારાણી તેમાં ૧૩ ખલાસીઓ છે. બન્ને વહાણોના ખલાસીઓ સૌરાષ્ટ્રના જોડીયા, મહુવા, કાટપર અને મોટા સલાયાના છે. તેમનો રાશનનો પુરવઠો પણ ખૂટી રહ્યો છે. આ ખલાસીઓ લાંબો સમય વિદેશ ખેપમાં ગયા બાદ હવે વતનની નજીક આવી ચુકયા છે, ત્યારે તેમને તાત્કાલિક મેડિકલ ચેકઅપ કરી દ્યેર પહોંચાડવા માટે તંત્ર કામગીરી કરે તે જરૂરી છે. મુન્દ્રાના જુના બંદરે દરિયામાં લાંગરેલા વહાણમાંથી ખલાસીઓની દ્યેર પહોંચવાની, પોતાના પરિવારજનોને મળવાની પોકાર તંત્રના કાને અથડાય એવું ઇચ્છીએ. શું ગાંધીનગર સુધી પણ આ શ્રમજીવીઓની ધાં સંભળાશે ખરી? માછીમારોની વ્હારે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલ, સચિવ અશ્વિનીકુમાર આવે અને પોતાના ઘરે પહોંચાડે તેવી માંગણી માચ્છીમારો કરી રહ્યા છે.