ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે તેવામાં મુખ્યમંત્રી નિષ્ફ્ળ રહ્યા હોવાની નોંધ છેક દિલ્હી સુધી લેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત ભાજપ રાજ્યસભાના સાંસદ મનસુખ માંડવિયાને હાઈકમાન્ડનું તેડું આવ્યું છે. જેને લઈને ગુજરાતની સત્તા બદલાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. મનસુખ માંડવીયા વડાપ્રધાન મોદીના વિશ્વાસુ વ્યક્તિ તરીકેની છાપ ધરાવે છે. તેવામાં ગુજરાતની સત્તાનો તાજ તેમના માથે પહેરાવવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ સાથે ઠેર ઠેર ચર્ચાઓ ઉઠી છે. જો કે આ શક્યતાઓ અને ચર્ચાઓ હાઈકમાન્ડથી સત્તાવાર જાહેરાત કરવામાં આવે ત્યારે જ સાચી ઠરે તેમ છે.