ભુજ અદાણી કોલેજમાં કોરોના ટેસ્ટનો પ્રારંભ : દરરોજ ૯૦ સેમ્પલ ચકાસાશે

જાણીતા ઉદ્યોગગૃહ અદાણી સાથે સરકાર દ્વારા સયુંકત રીતે ચલાવાતી કચ્છની જિલ્લા સરકારી હોસ્પિટલમાં કોવિડ ૧૯ હોસ્પિટલની સેવાઓ શરૂ કરાયા પછી સારવાર અને નિદાન વધુ એક મહત્વની પ્રગતિ થઈ છે. આ હોસ્પિટલ સાથે સંલગ્ન એવી અદાણી મેડિકલ કોલેજ ગેઇમ્સ દ્વારા નિર્માણ કરાયેલ કોવિડ ૧૯ ટેસ્ટીંગની કોરોના માટેની લેબોરેટરીને અકિલા રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા માન્યતા મળી ગઈ છે. અદાણી ગેઈમ્સના ઇન્ચાર્જ ડો. હિતેષ આસુદાની અને ડો. કૃપાલી કોઠારીના જણાવ્યા મુજબ ૬ ટેકિનશિયનની ટીમ સાથે આજથી કચ્છના કોરોનાના દર્દીઓની ચકાસણી ભુજની લેબમાં અકીલા શરૂ થઈ જશે. દિલ્હી સ્થિત નેશનલ એક્રીબીશન બોર્ડ ઓફ લેબોરેટરી (એનએબીએલ) અને ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર) બન્ને રાષ્ટ્રીય સંસ્થાઓ દ્વારા ભુજની અદાણી મેડિકલ કોલેજની આ લેબને મંજૂરીની મહોર મારી દેવાઈ છે. હાલના તબક્કે રોજના ૯૦ સેમ્પલની ચકાસણી થઈ શકશે. મુંબઈથી કચ્છના મુન્દ્રા અદાણી બંદરે ડ્યુટી જોઈન કરવા આવેલા ક્રુ મેમ્બર શુશીલકુમારને કોરોના પોઝિટિવ ડીકલર થયા પછી આરોગ્યતંત્રએ તેનું ફરી સેમ્પલ લેતાં રાહતના સમાચાર મળ્યા છે. પ્રથમ સેમ્પલ અદાણી પોર્ટ વતી ખાનગી લેબમાં ચેક કરાવાયું હતું જેમાં કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ આવ્યો હતો. બીજું સેમ્પલ પાંચ દિવસ રહીને લઈ તેને સરકારી લેબમાં રાજકોટ મોકલાયું હતું જેમાં તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે, શુશીલકુમારને હોસ્પિટલને બદલે મુન્દ્રામાં હોટેલ બિટેલમાં જ રાખી સારવાર અપાઈ રહી છે. હવે, તેનો ત્રીજો રિપોર્ટ કરાવાશે જો એક પછી એક એમ બે રિપોર્ટ નેગેટિવ આવે તો કોરોનાનો દર્દી સ્વસ્થ છે, એમ સમજી રજા આપી દેવાય છે. દરમિયાન જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરના જણાવ્યા પ્રમાણે આજે ૨૦ સેમ્પલ ચકાસણીમાં છે. જેમાં મુન્દ્રાના ૯, અંજારના ૬, ગાંધીધામના ૨ અને જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ૨ દર્દીના સેમ્પલ લેવાયા છે. કચ્છમાં અત્યાર સુધી કોરોનાના ૭ દર્દીઓ પૈકી ૬ સ્વસ્થ થઈ ગયા છે. જયારે ૧ નું મોત નીપજયું છે. જોકે, લોકડાઉન હળવું થયા બાદ જિલ્લામાં નવા આવનારાઓને ફરી જોખમ વધ્યું છે.