જામનગર-દ્વારકા જીલ્લાના તેલંગાણામાં ફસાયેલા યાત્રિકો પૂનમબેન માડમનાં અતિ પ્રયાસોથી વતન પહોંચ્યા

જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમના સઘન પ્રયાસોથી તેલંગાણામાં લોકડાઉન ના કારણે ફસાયેલા જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૦૫ યાત્રીકો સુખરૂપઙ્ગ પરત આવી પહોંચ્યા છે જેથી સૌ એ હાશકારો અનુભવ્યો છે. ૧૨-સંસદીય વિસ્તારના આ યાત્રીકો સુખરૂપ અને સાનુકુળ સુવિધાથી પરત અકિલા આવી પહોંચતા આ અંગે સાંસદશ્રી પૂનમબેન માડમ એ વિશેષ રૂપે વડાપ્રધાન માન.શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગૃહમંત્રી શ્રી અમીતભાઇ શાહ સા.અનેઙ્ગ કેન્દ્ર સરકારશ્રીનો અને મુખ્યમંત્રીઙ્ગ શ્રી વિજયભાઇ રૂપાણીનો અનેઙ્ગ રાજય સરકારશ્રીનો આભાર વ્યકત કર્યો હતો જયારે સૌ લાકિઅ યાત્રીકોએ તેમના માટે સઘન પ્રયાસો કરી સફળ જહેમત ઉઠાવવા માટે સાંસદ શ્રી પૂનમબેન માડમ નો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો જામનગર ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૧૦૫ યાત્રીકો તેલંગાણા માં લોકડાઉન ના કારણે ફસાયા હતા ત્યાંથી યાત્રીકોએ સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમ નો સંપર્ક કર્યો અને પરત આવવા મદદ માંગી હતી આ બાબતની ગંભીરતા લઇ સાંસદ શ્રી પૂનમબેન માડમ એ યાત્રીકોની વિગતો સાથે કેન્દ્રીય ગૃહમંત્રી માન.શ્રી અમીતભાઇ શાહ ને રજુઆત કરી તમામ યાત્રીકો જામનગર સહિત શહેરોમાં તેમનાવતનપરત આવી શકે અને પરિવહન માટેની રાહતરૂપ સુવિધા થઇ શકે તે માટે જરૂરી પરમીશન આપવાની પ્રક્રિયા હાથ ધરાય તેવી ભાર પુર્વકની માંગણી કરી હતી જેના પગલે કેન્દ્રીય ગૃહમંત્રાલય એ જરૂરી કાર્યવાહીઓ અને હુકમો કરતા તેલંગાણા રાજય ના સતાવાળાઓએ જરૂરી પરમીશન ની પ્રક્રિયા કરી હતી અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓનાઙ્ગ યાત્રીકો પરત પોતાને વતન પરિવહન ની રાહતરૂપ સુવિધા સાથે પરત પહોંચી શકયા છે પરત ફરેલા જામનગર જિલ્લાના ભરતભાઇ ગોરફાડ સહિતના ૧૩ યાત્રીકો તેમજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ૯૨ યાત્રીકો મળી ૧૦૫ યાત્રીકો જેઓ તેલંગાણામાં નાગરકરનુલ-વનપતી-મહેબુબનગર-નારણપીઠ સહિતના શહેરોમાં લોકડાઉનમાં ફસાયા હતા તેઓ તેલંગાણાથી હેમખેમ પરત ફરતા તેમને સૌ યાત્રીકોએ પણ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સાહેબ,ગૃહમંત્રી અમીતભાઇ શાહ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંસદસભ્ય શ્રી પૂનમબેન માડમનો ખુબ ખુબ આભાર વ્યકત કર્યો હતો જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાઓના આ તમામ લોકડાઉનમાં ફસાયેલા યાત્રીકો પરત પહોંચતા તેમના સૌ ના ઉતારા સહિતની જરૂરી તેમજ બાદમાં તબીબી પરીક્ષણ ની કાર્યવાહીઓ વહીવટીતંત્ર,આરોગ્ય તંત્ર અને પોલીસ તંત્રએ હાથ ધરી હતી તેમજ નિયમાનુસારની કોરોન્ટાઇન કરવા સહિતની આગળની પ્રક્રિયા અનુસરવામાં આવી હતી.