ભુજમાં હુમલાના બે બનાવમાં બે મહિલા સહિત ત્રણ ઘાયલ

ભુજમાં મારા મારીના અલગ અલગ બે બનાવોમાં બે મહિલા સહિત ત્રણ જણાઓને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભુજના સેજવાળા માતમ પાસે રહેતા ખાતુબાઇ હાજીખાન પઠાણ (ઉ.વ.60) તથા તેમનો પુત્ર મોશીન હાજીખાન પઠાણ (ઉ.વ.35) બુધવારે સાંજે પોતાના ઘર પાસે બેઠા હતા. ત્યારે પાડોશમાં રહેતા ગની મલેક, સમીર ગની મલેક, દાનીશ ગની મલેક, સકીના ગની મલેક સહિત ચાર જણાઓ બોલાચાલી કરીને ધોકાથી માર મારતાં માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.તો બીજી તરફ ભુજીયાની તળેટી પાસે રહેતા જેનાબાઇ મામદ ઓઢેજા (ઉ.વ.50)ના ઘર પર લલીત રામદાસ તીવારી અને અન્ય બે માણસોએ જુની અદાવતમાં ઘર પર પથ્થરાનો ઘા કરતાં જેનાબાઇને વાગી જતાં સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પોલીસે બન્ને બનાવોની નોંધ લઇ તપાસ હાથ ધરી છે.