પ. કચ્છ લોકડાઉન મામલે 153 જણા સામે કાર્યવાહી, કારણ વગર નીકળનાર 165 વાહનો ડીટેઇન


પશ્ચિમ કચ્છ પોલીસ દ્રારા ચુસ્ત પણે કાર્યવાહી કરવામાં આવવી હતી, જેમાં ગુરૂવારે 165 વાહન ડીટેઇન કરાયા હતા જ્યારે 153 વ્યક્તિઅો સામે ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી હતી.
વાહનો તેમજ વાહન વગર બિનજરૂરી રખડી રહેલા 82 લોકો તેમજ અસરગ્રસ્ત વિસતારમાંથી પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં પ્રવેશ કરનાર 11 જણાઅો અને માસ્ક તથા સેનેટાઇઝર વગર જાહેરમાં ફરી રહેલા 25 જેટલા લોકો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે દુકાનમાં માસ્ક ન પહેરી સોશીયલ ડીસ્ટન્સનું પાલન અને સેનેટાઇઝર કે હાથ મોજા ન પહેરનારા 25 વેપારીઅોની અટક કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.
કોઠારામાં માસ્ક ન પહેરનાર 70 જણાઓને દંડ ફટકાર્યોકોઠારામાં પોલીસે વિવિધ વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહીને લોકડાઉન દરમિયાન માસ્ક ન પહેરનારા 70 જેટલા લોકોને ઝડપી પાડ્યા હતા જેમાં કેટલાક વેપારીઅો પણ પોલીસની ઝપટે ચડ્યા હતા પોલીસે તમામને 100 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.