કિડાણામાંથી દેશી દારૂ સાથે મહિલા સહિત ત્રણ પકડી પાડતી LCB

આવેલા કિડાણામાં સવારે પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમે રૂ.2,660 ની કિંમતના દેશી દારુ સાથે મહિલા સહિત ત્રણ આરોપીઓને પકડી લઇ, આ દારૂ મોકલાવનાર મુન્દ્રા તાલુકાના વવાર ગામના શખ્સ સહિત ચાર વિરૂધ્ધ ગુનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સવારે પેટ્રોલીંગ કરી રહેલી એલસીબીની ટીમને બાતમી મળી હતી કે કિડાણાના ભુકંપનગરમાં રહેતી હનિફા ઇશાભાઇ બાફણ દેશી દારૂનો ધંધો કરી રહી છે અને તેણે મુન્દ્રા તાલુકાના વવારથી દારૂ મગાવ્યો છે. આ બાતમીના આધારે તેના રહેણાકમાં દરોડો પાડતાં ત્યાં બાઇક પર આવેલા બે શખ્સો મુન્દ્રા તાલુકાના હટડી ગામના જીતુભાઇ કરશનભાઇ પારાધી અને માવજીભાઇ ચતુરભાઇ પારાધી હાજર હતા અને પીળા રંગના ત્રણ થેલા હતા જેને ચેક કરતાં તેમાંથી રૂ. 2,660 ની કી઼મતનો દેશી દારૂ મળી આવતાં વધુ પુછપરછ કરી હતી જેમાં આ દારૂનો જથ્થો મુન્દ્રાના વવાર ગામના દિનેશભાઇ ભીમાભાઇ ગઢવીએ મોકલ્યો હોવાનું જાણવા મળ્યું હતું. એલસીબીના હેડકોન્સટેબલ નરસિંહ પઢિયારે ચારે વિરૂધ્ધ બી-ડિવિઝન પોલીસ મથકે ગુનો નોંધાવી કાયદેસર કાર્યવાહી કરી હતી.