પરપ્રાંતમાંથી તેમના પરિવાર, વતનથી દુર થઇ જામકંડોરણા તાલુકામાં પેટીયું રળવા આવેલા મજુરો આ કોરોનાની મહામારીમાં અંતેે પોતાના વતનમાં જવા રવાના થયા હતા તેઓને ખાનગી બસોમાં જામકંડોરણા વહીવટી તંત્ર દ્વારા તેઓના સ્વખર્ચે ખાનગી બસોમાં રવાના કરવામાં આવ્યા હતા. જામકંડોરણા તાલુકાના બોરીયા ગામેથી પ્રાંત અધિકારી ગૌતમ અકિલા મિયાણીની હાજરીમાં મધ્ય પ્રદેશના ર૦ શ્રમીકોને મેડીકલ ચેકઅપ કરાવી રવાના કરવામાં આવ્યા હતા ચરેલ ગામેથી મધ્ય પ્રદેશના ધાર જીલ્લાના ૩૯ શ્રમીકોને મેડીલક ચેકઅપ કરાવી રવાના કરવામાં આવ્યા હતા. જયારે તાલુકાના અકીલા રાયડી, આંચવડ, હરિયાસણ, સનાળા ગામેથી કુલ ૪૩ શ્રમીકોને જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભોજન કરાવી જામકંડોરણા મામલતદાર પી.એસ.ખરાડી તાલુકા વિકાસ અધિકારી બી.આર.બગથરીયા, તલાટી મંત્રી મહેતાભાઇ, વારાભાઇ અને જલારામ સ્મૃતિ ચેરીટેબલ ટ્રસ્ટના અનિલભાઇ આડતીયા, વિરેનભાઇ આડતીયાની હાજરીમાં મધ્યપ્રદેશ જવા રવાના કરવામાં આવ્યા હતા.