ભુજ તાલુકાના કુકમા ગામેથી સ્થાનિક પદ્ધર પોલીસે પેટ્રોલિંગ દરમ્યાન રોયલ્ટી ભર્યા વગરની રેતી સાથેનું ટ્રેકટર ઝડપી તેના ચાલક રાજેશ ડાહયા મહેશ્વરીની અટક કરી હતી.’ પદ્ધર પોલીસની ટુકડીએ આ કિસ્સામાં ટ્રેકટરને રોકવા પ્રયાસ કરતા ટ્રેકટર ભગાડી જવાનો પ્રયાસ કરાયો હતો. પરન્તુ પોલીસે પીછો કરીને ટ્રેકટરને આંતરીને પકડી પાડયું હતું. સત્તાવાર સાધનોએ આ માહિતી આપતાં જણાવ્યું હતું કે ચાલક રાજેશ પાસે રેતી વિશે કોઇ આધાર-પુરાવા ન હોવાથી ટ્રેકટર અને રેતી કબજે લઇ તેની અટક કરાઇ હતી. કેસની આગળની કાર્યવાહી માટે ખાણખનિજ ખાતાને અહેવાલ મોકલી અપાયો છે