હાલમાં કોરોનાની મહામારી વચ્ચે કચ્છ જિલ્લામાં રેડ ઝોન મહારાષ્ટ્ર, અમદાવાદ, સુરત, વડોદરા, પુના,નાસિક સહિતના અનેક વિસ્તારોમાંથી લોકો માદરે વતન ફરી રહ્યા છે ત્યારે આડેસર અને સુરજબારી ચેક પોસ્ટ પર કડક જાપ્તાથી અને હોમ કવોન્ટાઈનના લીધે અનેક લોકો રાપર તાલુકાના રણ વિસ્તારનો રસ્તો પસંદ કર્યો હતો. જેાથી, રાપર તાલુકાના રણ માર્ગે લોકોની અવરજવરના લીધે રસ્તો બંધ કરવામાં આવ્યો છે.ટીકર વરણુ, પલાંસવા, માણાબા, મોમાયમોરા, ફુલપરા, સણવા, મૌઆણા, સાંતલપુર વિગેરે માર્ગે રણમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં, મોમાયમોરા, પલાંસવા, વરણુ, માણાબા સહિતના રણમાં આવતા રસ્તાઓ પર અડચણો ઉભી કરી દેવામાં આવી છે. પોલીસની પણ ચેક પોસ્ટ ઉભી કરાઈ છે. કચ્છમાં અને ખાસ કરીને રાપર તાલુકામાં રેડ ઝોન મહારાષ્ટ્ર, સુરતાથી અનેક લોકો ઘુસી આવ્યા છે. જે લોકો આડેસર, સુરજબારીથી નાથી આવ્યા તેનાથી દસ ગણા વાધારે લોકો આ રણ વિસ્તારમાંથી આવી ગયા છે. જો આ લોકોની તપાસ થાય તો કોરોના વાયરસના સંક્રમણ ધરાવતા અને કયાંક પોઝીટીવ કેસ પણ ના આવી ગયો હોય! પચ્ચીસ-ત્રીસ હજાર લોકો રાપર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવી ગયા છે. વગર મંજુરીએ રેડ ઝોનમાંથી આવી ગયા છે. જો આ અંગે તપાસ કરવામાં આવે તો કોરોના વાયરસના પોઝીટીવ કેસ નિકળે તેમ છે. આ અંગે સણવાના સરપંચ, તલાટી સહિતના આગેવાનો દ્વારા જેસીબીથી રસ્તો બંધ કરી દેવાયો હતો. ગામલોકોએ પહેરો ગોઠવી દીધો હતો. રેડ ઝોનમાંથી આવતા લોકો વાગડમાં ઘુમી રહ્યા હોવાથી ચિંતાજનક બાબત છે.